Natasa Stankovic: હાર્દિક પંડ્યાથી છૂટાછેડા બાદ નતાશા સ્ટેનકોવિક પોતાનું નામ બદલશે? હાર્દિક પંડ્યાથી છૂટાછેડા પછી નતાસા સ્ટેનકોવિક તેના પુત્ર સાથે ખૂબ આનંદ માણી રહી છે. અભિનેત્રીએ હાલમાં જ એક પોસ્ટ શેર કરી છે જે તેનું નામ બદલવા તરફ ઈશારો કરી રહી છે.
Hardik Pandya થી છૂટાછેડા લીધા બાદ Natasa Stankovic પોતાના દેશ સર્બિયા પરત ફરી છે.
આ દિવસોમાં અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે જે દર્શાવે છે કે તે તેના પુત્ર અગત્સ્ય સાથે ખૂબ એન્જોય કરી રહી છે. તાજેતરમાં જ નતાશાએ એક પોસ્ટ શેર કરી છે જે દર્શાવે છે કે હાર્દિક પંડ્યા થી છૂટાછેડા લીધા બાદ તેણે પોતાનું નામ બદલી નાખ્યું છે અથવા તેને બદલવાનું વિચારી રહી છે.
નતાશાએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક સેલ્ફી પોસ્ટ કરી છે જેમાં તે હસતી જોવા મળી રહી છે. આ સાથે તેણે કેપ્શનમાં લખ્યું – જ્યારે તમે બધું ભગવાનને સોંપો છો, ત્યારે જ તમને નવું નામ મળે છે. તમે જે હતા તે તમે નથી પરંતુ ભગવાન કહે છે કે તમે કોણ છો.
Natasa તેના પુત્ર સાથે આનંદ માણી રહી છે
Natasha એ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ઘણા વધુ ફોટા અને વીડિયો શેર કર્યા છે. આમાં તે તેના પુત્ર અગત્સ્ય સાથે પૂલમાં એન્જોય કરતી જોવા મળે છે. કેટલીક તસવીરોમાં અગત્સ્ય સાઇકલ સાથે જોવા મળી રહ્યો છે તો કેટલાક ફોટોમાં તે કાર ધોતો જોવા મળી રહ્યો છે. આ પહેલા અભિનેત્રીએ આઉટડોર પળોની કેટલીક તસવીરો પણ શેર કરી હતી.
View this post on Instagram
લગ્નના ચાર વર્ષ બાદ Hardik-Natasa અલગ થઈ ગયા હતા
Natasa Stankovic અને હાર્દિક પંડ્યાએ વર્ષ 2020માં લગ્ન કર્યા હતા. આ પછી, 2021 માં, તેમણે તેમના પુત્ર અગસ્ત્યનું સ્વાગત કર્યું. પરંતુ 2024ના શરૂઆતના મહિનાઓથી જ તેમના છૂટાછેડાના સમાચાર આવવા લાગ્યા હતા. જે બાદ હાર્દિક-નતાશાએ 18 જુલાઈના રોજ સંયુક્ત નિવેદન જારી કરીને અલગ થવાની જાહેરાત કરી હતી. તેઓએ કહ્યું કે તેઓ તેમના પુત્રનો ઉછેર સાથે કરશે