દોસ્તી, પ્રેમ અને ડ્રામાની ત્રિપલ મસ્તી સમી ફિલ્મ ધ આર્ચીઝમાં સુહાના ખાન અને અગસ્ત્ય નંદા છવાઈ ગયા છે, ‘ધ આર્ચીઝ’ના ટ્રેલરની ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી. આખરે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને ફેન્સમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકોએ કોમેન્ટ્સ પણ કરી છે. સુહાના ખાન, ખુશી કપૂર અને અગસ્ત્ય નંદાની ડેબ્યૂ ફિલ્મ ‘ધ આર્ચીઝ’ને લઈને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. આ ફિલ્મ સાથે આ ત્રણેય સ્ટાર કિડ્સ એકસાથે ફિલ્મની દુનિયામાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે.
ઝોયા અખ્તરે નિર્દેશિત કરેલા ‘ધ આર્ચીઝ’ ઘણા સમયથી ન્યૂઝમાં છે. જો કે આ ફિલ્મના ટ્રેલર માટે લોકોને ઘણી રાહ જોવી પડી હતી. આખરે ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. જેમ કે બધા જાણે છે કે આ ફિલ્મથી ઘણા સ્ટાર કિડ્સ એકસાથે ડેબ્યૂ કરવાના છે. શાહરૂખ ખાનની દિકરી સુહાના ખાન, જાહ્નવી કપૂરની નાની બહેન ખુશી કપૂર અને અમિતાભ બચ્ચનનો પૌત્ર અગસ્ત્ય નંદા ‘ધ આર્ચીઝ’થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરવા જઈ રહ્યા છે.
ટ્રેલર જોયા બાદ ચાહકોની અપેક્ષાઓ વધી
લોકો સુહાના ખાન અને ખુશીના ડેબ્યુની આતુરતા પુર્વક રાહ જોઈ રહ્યા છે. ફિલ્મનું ટ્રેલર જોયા બાદ ચાહકોની અપેક્ષાઓ ઘણી વધી ગઈ છે. આ પહેલા પણ મેકર્સે આ ફિલ્મના બે ગીતો રિલીઝ કરી દીધા છે. જેનો ખૂબ જ સારો પ્રતિસાદ પણ મળ્યો હતો. આ માહિતી બધા સાથે શેર થઈ હતી કે ‘ધ આર્ચીઝ’નું ટ્રેલર 9મી નવેમ્બરે રિલીઝ થઈ રહ્યું છે.
આર્ચીઝ’ની સ્ટોરી ફ્રેન્ડ્સશિપ પર આધારિત છે
નેટફ્લિક્સની ફિલ્મ ‘ધ આર્ચીઝ’ની સ્ટોરી કેટલાક ફ્રેન્ડ્સની છે. જેમાં પ્રેમ, રોમાન્સ અને ડ્રામા પણ જોવા મળવાનો છે. ખુશી કપૂર અને સુહાના કપૂરને બેસ્ટ ફ્રેન્ડ તરીકે બતાવવામાં આવી છે. જેણે પોતાનું દિલ એક જ છોકરાને આપ્યું છે અને પ્રેમ કરે છે અથવા આપણે કહી શકીએ કે એક જ છોકરાએ બંને સુંદરીઓને પોતાના લવમાં ફસાવી દીધી છે.
બીજી તરફ જો ડ્રામા વિશે વાત કરીએ તો ફિલ્મમાં સુહાનાને એક અમીર ફાધરની દીકરી તરીકે બતાવવામાં આવી છે. જેઓ જંગલનો નાશ કરીને તેના પર નવો પ્રોજેક્ટ શરૂ કરવા માગે છે. પરંતુ સુહાનાના મિત્રો આ વાતને કારણે સુહાનાથી નારાજ દેખાય છે.
સુહાના મિત્રોને સપોર્ટ કરતી દેખાશે
સુહાના તેના ફાધરની વિરુદ્ધ જાય છે અને તેના તમામ મિત્રોને સપોર્ટ કરે છે અને સાથે મળીને જંગલને બચાવવા માટે કાર્ય કરે છે. જો કે સ્ટોરીમાં છેલ્લે શું થશે તે માટે ફિલ્મ રિલીઝ થાય તેની રાહ જોવી પડશે.