બોલિવુડ એક્ટ્રેસ આહનાએ સાજિદ ખાન પર ખુબ ગંભીર આરોપો લગાવ્યા છે. તેણે સાજિદ પર અશ્લીલ વર્તન કરવાનો આરોપ લગાવ્યો છે. ગયા મહિને મી ટુ અભિયાન અંતર્ગત ચાર મહિલાઓએ સાજિદ પર સેક્સ્યુઅલ હેરસમેન્ટનો આરોપ લગાવ્યો હતો. આહનાએ પોતાના ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે લગભગ 1 વર્ષ પહેલા મારી સાજીદ સાથે મિટીંગ હતી. તે કેવા પ્રકારની વ્યક્તિ છે તે હું જાણતી હતી. તમે તેના ઘરે જાવ તો તમને રૂમ સુધી લઈ જવામાં આવે, ત્યાં ખુબ અંધારુ હોય. તેણે મને વિચિત્ર સવાલો પુછ્યા હતા, જેમ કે હું તને 100 કરોડ રૂપિયા આપુ તો તુ કોઈ કુતરા સાથે સેક્સ કરે?

લિપસ્ટીક અન્ડર માય બુરખાની એક્ટ્રેસ આહના કુમરા છેલ્લા ઘણાસમયથી બોલિવુડમાં છે. તેણે પોતાના એક ઈન્ટરવ્યુમાં સાજિદ ખાન પર આરોપોની છડી વરસાવી હતી. તેણે જણાવ્યું હતું કે એક સમયે હું બોલિવુડથી એટલી ત્રાસી ગઈ હતી કે મને સુસાઈડના વિચારો આવતા હતા. મારે આમાંથી બહાર આવવા માટે ખુબ સંધર્ષ કરવો પડ્યો છે.