વર્ષ 2009 માં નહારિકા સિંહને મસ લવલી ફિલ્મમાં નવાજુદ્દીન સાથે કામ તકવાનો મોકો મળ્યો હતો. એકટ્રેસે જણાવ્યું હતું કે ફિલ્મ દરમિયાન તે નવાજુદ્દીનના સંપર્કમાં આવી અને તેની વધારે નજીક આવી ગઈ હતી.
નિહારીકાએ જણાવ્યું હતું કે ‘મે એટલા માટે આ વાત જાહેર કરવાનું વિચાર્યું કે લોકોને સમજાય કે ગેરવર્તનનો અર્થ શું થાય છે અને કોને સજા અપાવવી જોઈએ. હું આ પ્રકારના ઘણા શોષણમાંથી પસાર થઈ છું. ખાસ કરીને મોંડલીંગ અને બોલિવુડના કરિયરમાં મને આ પ્રકારના અનુભવોનો સામનો કરવો પડ્યો છે’.
‘મિસ ઈન્ડિયા’ બન્યા પછી રાજકુમારે તેને પોતાની પહેલી ફિલ્મ માટે પસંદ કરી હતી, પણ ત્યારબાદ ટી સિરિઝના માલિક ભુષણ કુમારે મને તક આપી. તેમણે ફિલ્મ સાઈન કરવા માટે મને ઓફિસ બોલાવી અને મને સાઈનીંગ અમાઉન્ટ આપી, જેમાં 500 ની બે નોટ હતી. ત્યારબાદ તેને રાતે એક મેસેજ આવ્યો જેમાં ભુષણ કુમારનો મેસેજ હતો કે હું તને વધારે જાણવા માંગું છુ. મે તેમને જવાબ આપ્યો કે ચોક્કસ. ક્યારેક ડબલ ડેટ પર જઈએ. તમે તમારી વાઈફને સાથે લઈને આવો અને હું મારા બોયફ્રેન્ડને.
2009 માં જ્યારે નિહારીકાને નવાજુદ્દીન સાથે કામ કરવાનો મોકો મળ્યો ત્યારે શરૂઆતમા તેઓ તેને વાસ્તવિક લાગ્યા હતા. પણ ત્યારબાદ તેમણે એક્ટ્રેસને ઘરે જમવા માટે આમંત્રણ આપ્યું અને તે બહાને તેને કમરમાંથી પકડી લીધી. તેણે જ્યારે છોડાવવાની કોશિશ કરી ત્યારે નવાજુદ્દીને કહ્યું કે મિસ ઈન્ડિયા જેવી વાઈફ દરેકનું સપનું હોય છે. ત્યારબાદ બંને ડેટ કરવા લાગ્યા. પણ નવાજુદ્દીનની ખોટુ બોલવાની આદતને લીધે તેમણે તેની સાથે સબંધ ટુંકાવી દીધો.