હાલ મી ટુ અભિયાન હેઠળ બોલિવુડમાં યૌનશોષણના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે.બોલીવુડમાં ઘણી મહિલા કલાકારોએ પોતાની આપવીતી જણાવી છે. તેવામાં હવે ટીવી શો “દિલ સે દિલ તક” ની ફેમ જસ્મીન ભસીને પણ પોતાની આપવીતી જણાવી છે.
જાસ્મીને જણાવ્યું હતું કે જ્યારે હું મુંબઈ આવી હતી ત્યારે હું ઓડિશન માટે જતી હતી. આ દરમિયાન મારી એજન્સીએ મને મિટીંગ માટે જાણ કરી. તેમણએ કહ્યું એક ડાયરેક્ટર છે, જે ફિલ્મ બનાવવા માંગે છે , તારે મળીને ઓડિશન આપવા જોઈએ. હું તેમને મળવા માટે ગઈ. અમારી વાતચિત શરૂ થઈ તો મને થોડી અસહજત લાગી.તેમણે મને પુંછ્યું કે ‘તું એક્ટ્રેસ બનવા માટે કઈ હદ સુધી જઈ શકે છે. શું તકરી શકે છે. આવી વાતમાં તેમણે કહ્યું હું તને બિકીનીમાં જોવા માંગુ છું’. શું તુ મને કપડા ઉતારીને બતાવીશ? તેમણે કહ્યું કે હું તારો બોડી લુક જોવા માંગું છું. તે સમયે મે સ્માર્ટલી કામ લીધું. મેં તેમને કીધું કે જે પ્રમાણે તમે કામ લેવા માંગો છો તેના માટે હું તૈયાર નથી.
ત્યારબાદ મેં એજન્સીને વાત કરી. કોઈ પણ ઈનકાર ન કરી શખે કે આ શોષણ છે. સ્ત્રીઓએ આવી પરિસ્થિતિનો સામનો કરવા માટે સક્ષમ બનવું પડશે.