ભારતમાં ચાલી રહેલી મીટૂ મૂવમેન્ટ અંતર્ગત ઘણી મહિલાઓએ પોતાની વ્યથાઓ વ્યક્ત કરી છે. ખાસ કરીને, એન્ટરનેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી ઘણી મહિલાઓ જે વર્ષો પહેલા પોતાની સાથેના અયોગ્ય વર્તન વિશે નહોતી બોલી શકી તે હવે સામે આવવાની હિંમત કરી રહી છે. આમાં, રોજ ઘણી દિગ્ગજ હસ્તીઓ પર પણ આરોપ લાગી ચૂક્યા છે. આવામાં જે લોકો આ બાબતે મૌન બેઠાં છે તેઓ પર આલોચનાઓ અને આરોપોમાં ઘેરાતા દેખાઈ રહ્યાં છે. આ જ ક્રમમાં બોલિવૂડના ખલનાયક અમિતાભ બચ્ચનનું નામ પણ જોડાઈ ગયું છે.
મૉડલ એક્ટ્રેસ ડાયેન્ડ્રા સૉરેસે પણ પોતાનો અનુભવ શેર કરતા સુહેલ સેઠ પર યૌન પર આરોપ લગાવ્યા હતા. હવે ડાયેન્ડ્રાએ અમિતાભ બચ્ચન પર પણ સવાલ ઉઠાવ્યા છે. ડાયેન્ડ્રાએ સવાલ ઉઠાવ્યા કે, ‘પિંક’ જેવી શક્તિશાળી ફિલ્મમાં કામ કરી અને તેનું પ્રમોશન કર્યા બાદ તે મીટૂ મૂવમેન્ટ પર શાંત કેમ છે?

ડાયેન્ડ્રાએ કહ્યું કે તેઓ આ બાબતે ચૂપ કેમ છે. હું તેમની પુત્રવધુને મળી છું. તેમના સંતાનોનો ઉછેર પણ ખુબ સારી રીતે થયો છે. તેમને એક દિકરી પણ છે. તેમના ઘરમાં આટલી બધી સ્ત્રીઓ હોવા છતા તેઓ ચૂપ કેમ છે.
તમને જણાવી દઈએ કે જ્યારે તેમને તનુ શ્રી વિશે પુછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે’ ના તો તે તનુશ્રી છે ન તો તે નાના છે’.