મુંબઈઃ એક સમયે માણસની સામાન્ય જરૂરિયાત રોટલી-કપડા અને મકાન માનવામાં આવતી હતી. પણ કોરોના મહામારીની આ બીજી વેવએ એવી પરિસ્થિતિ પેદા કરી દીધી છે કે, , હોસ્પિટલમાં બેડ અને ઓક્સીજનની બોટલ લોકોની ના છુટકે જરૂરિયાત થઇ ગઇ છે. એવામાં એક્ટર સોનૂ સૂદ લોકોને ‘જીંદગીનું બિસ્તર’ આપવાની મહેનતમાં લાગી ગયો છે. સોનૂ સૂદે અડધી રાત્રે ઘણાં પેશન્ટ્સને મદદ કરી બેડ અપાવવા અને સોશિયલ મીડિયા પર તેની માહિતી પણ શેર કરી છે.
હૈદરાબાદથી લઇ મથુરા સુધી અને દેહરાદૂનથી લઇ લખનઉ સુધી, સોનૂ તેની એનજીઓનાં માધ્યમથી દેશભરમાં દર્દીઓને ઓક્સીજન અને હોસ્પિટલમાં બેડ અપાવવા પ્રયાસ કરી રહ્યો છે. હૈદરાબાદમાં એક 48 વર્ષની મહિલાને વેન્ટિલેટર અને આઇસીયૂની જરૂર હતી. સોનૂએ ટ્વિટ કરીને કહ્યું કે, ‘નિયો કેર હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા થઇ ગઇ છે. ક્યારેક અડધી રાત્રે જાગતા રહેવું પણ સારુ હોય છે. આપ જલ્દી સ્વસ્થ થઇ જાઓ.’
દહેરાદૂનમાં એક 37 વર્ષની સબા હુસૈનને પણ સોનૂએ મદ દકરી અને ઓક્સીજન બેડ અપાવ્યો છે. મથૂરામાં બે બાળકોનાં પિતાને બેડની જરૂર હતી. એક વ્યક્તિએ લખ્યું કે, કૃપ્યા મથુરામાં કોઇ છે તો આગળ આવો અને બાળકોને બચાવી લો અનાથ થવાથી.. સોનૂએ તે વ્યક્તિની મદદ કરતાં લખ્યું કે, ‘મથુરામાં હોસ્પિટલ બેડની વ્યવસ્થા થઇ ગઇ છે. કોઇ અનાથ નહીં થાય. જલ્દી મળીએ આપનાં ઠીક થયા બાદ.’
રવિવારનાં ડાન્સ રિયાલિટી શોમાં નજર આવેલાં સોનૂ સૂદે તેની મદદ અંગે વાત કરતાં કહ્યું કે, ‘હું અહીં એક્ટર બનવા આવ્યો હતો. અમને ખુબ ખુશી થાય છે કે, અમારી ફિલ્મ 100 કરોડ કમાઇ રહી હોય કે એવું કંઇ.. જ્યારે હું લોકોની મદદે આવું છું. વિશ્વાસ રાખો આ સમયે તે તમામ ખુશીઓ બેમાની અને ખોટી લાગે છે. હું એવાં તમામ યુવાઓને કહીશ કે, અસલી ખુશી કોઇની મદદ કરવાથી મળે છે.’