Manisha Koirala : મનીષા કોઈરાલા તાજેતરમાં યુનાઈટેડ કિંગડમના વડા પ્રધાન ઋષિ સુનકને મળ્યા હતા, જ્યાં તેમણે નેપાળનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને બ્રિટન સાથે તેની ‘મિત્રતા સંધિ’ના 100 વર્ષની ઉજવણી કરી હતી.
મનીષા કોઈરાલાએ તસવીરો શેર કરી છે
મનીષાએ પીએમ સુનક સાથેની પોતાની તસવીરો પોસ્ટ કરી છે. તસવીરો શેર કરતા અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું છે કે, “યુનાઈટેડ કિંગડમ-નેપાળ સંબંધો અને અમારી મિત્રતા સંધિના 100 વર્ષની ઉજવણી માટે 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં આમંત્રિત થવું સન્માનની વાત છે. વડા પ્રધાન ઋષિ સુનકને આપણા દેશ નેપાળ વિશે પ્રેમથી બોલતા સાંભળીને આનંદ થયો. મેં વડા પ્રધાન અને તેમના પરિવારને એવરેસ્ટ બેઝ કેમ્પની મુલાકાત લેવા આમંત્રણ આપવાની સ્વતંત્રતા લીધી.
મનીષા કોઈરાલાનો સંબંધ નેપાળ સાથે
અભિનેત્રી મનીષા નેપાળ સાથે ખાસ સંબંધ ધરાવે છે. મનીષા કોઈરાલાનો જન્મ કાઠમંડુમાં થયો હતો. અભિનેત્રી રાજનેતા પ્રકાશ કોઈરાલાની પુત્રી છે. તેમના દાદા બિશ્વેશ્વર પ્રસાદ કોઈરાલા 1959 થી 1960 સુધી નેપાળના વડાપ્રધાન હતા.
વેબ સિરીઝ હિરામંડી વિશે
મનીષા કોઈરાલા તાજેતરમાં જ સંજય લીલા ભણસાલીની નેટફ્લિક્સ વેબ સિરીઝ ‘હીરામંડી’માં મલ્લિકાજનની ભૂમિકા ભજવતી જોવા મળી હતી, જેના માટે અભિનેત્રીની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. આ વેબ સિરીઝમાં સોનાક્ષી સિન્હા, અદિતિ રાવ હૈદરી, રિચા ચઢ્ઢા, શેખર સુમન પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા.