જાણીતી મલેશિયન સિંગરની ચપ્પુ મારીને હત્યા કરવામાં આવી છે. 2024માં થવાના હતા લગ્ન, હત્યારાએ ખુદને પ્રેમી ગણાવ્યો છે. વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે. મલેશિયન સિંગર જૂ જુઆલિંગને લઈને મોટી ખબર સામે આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સિંગરની ફક્ત 26 વર્ષની ઉંમરમાં ચપ્પુ મારીને હત્યા કરી નાખવામાં આવી છે. સૂત્રોની માનીએ તો હત્યા કરનાર કોઈ બીજુ નહીં પરંતુ જુ જુઆલિંગનો પ્રેમી છે.
રિપોર્ટ્સ અનુસાર સિંગરનું શરીર હુમલાવર પોતાની કારમાં લઈને જઈ રહ્યો હતો. જણાવી દઈએ કે 2024માં સિંગરના લગ્ન થવાના હતા. પરંતુ દુલ્હન બન્યા પહેલા જ તેમની હત્યા કરી દેવામાં આવી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કથિત રીતે જુઆલિંગ 2024માં પોતાના પ્રેમી સાથે લગ્ન કરવાની હતી. પરંતુ એક વ્યક્તિ જે બે વર્ષથી સિંગરનો પીછો કરી રહ્યો હતો. તેણે જુ જુઆલિંગની ચપ્પુ મારીને હત્યા કરી નાખી.
આટલું જ નહીં હુમલાવરે પોતાને દિવંદત સિંગરનો પ્રેમી ગણાવ્યો. જો કે સિંગરની હત્યા કર્યા બાદ તેણે પોતાનો પણ જીવ આપી દીધો પરંતુ હાલ તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.