મુંબઈ : રાજ કુન્દ્રાની આગોતરા જામીન અરજીની સુનાવણી આજે મુલતવી રાખવામાં આવી છે. સેશન્સ કોર્ટમાં આ કેસની સુનાવણી હવે 7 ઓગસ્ટે થશે. આ કેસ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તાજેતરમાં પોર્ન ફિલ્મો બનાવવાના કેસથી અલગ છે.
મહારાષ્ટ્ર સાયબર સેલ ગયા વર્ષથી આ મામલાની તપાસ કરી રહી છે. આ 2020 નો કિસ્સો છે. સાયબર સેલે પોતે FIR નોંધાવી હતી, જેમાંથી કુંદ્રા એક આરોપી છે. આ કેસમાં કુન્દ્રાનું નિવેદન પણ નોંધવામાં આવ્યું હતું.
હોટશોટ કેસમાં પણ આરોપી છે, આ જ કેસમાં કુન્દ્રાએ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી.
મહારાષ્ટ્ર સાયબરે એકતા કપૂરના ઓલ્ટ બાલાજી સહિત વિવિધ ઓવર-ધ-ટોપ (OTT) પ્લેટફોર્મ અને વેબસાઇટ્સના નિર્દેશકો અથવા માલિકો સામે અશ્લીલ વીડિયો બતાવવા બદલ કેસ નોંધ્યો હતો. પોલીસે જણાવ્યું કે એક સામાજિક કાર્યકરની ફરિયાદ પર એફઆઈઆર નોંધવામાં આવી હતી. મહારાષ્ટ્ર સાયબર દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, ALT બાલાજી, હોટશોટ, ફ્લિઝમોવીઝ, ફેનીઓ, કુકૂ, નિયોફ્લિક્સ, ઉલ્લુ, હોટમસ્તી, ચિકૂફ્લિક્સ, પ્રાઇમફ્લિક્સ, વેટફ્લિક્સ જેવી વેબસાઇટ્સ અને ઓટીટી પ્લેટફોર્મ પર અશ્લીલતા અને અશ્લીલ વીડિયો જોવા મળ્યા હતા, જેના પગલે તેમના નિર્દેશકો અથવા માલિકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો
રાજ કુન્દ્રા જેલમાં છે
રાજ કુન્દ્રાની 19 જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. આ પછી કોર્ટે તેની જામીન અરજી ફગાવી દીધી હતી. પોલીસે આ કેસમાં શિલ્પા શેટ્ટીની પણ પૂછપરછ કરી છે. પોલીસે કહ્યું છે કે અત્યાર સુધી કરવામાં આવેલી પૂછપરછના આધારે શિલ્પાની સંડોવણી સામે આવી નથી.