બૉલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપડાએ આ વર્ષે સપ્ટેમ્બરમાં આપના નેતા રાઘવ ચડ્ઢા સાથે ડ્રીમ વેડિંગ કર્યા હતા. આ કપલ અવારનવાર સોશિયલ મીડિયા પર એકબીજા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતું રહે છે.
તાજેતરમાં એક વાતચીત દરમિયાન જ્યારે પરિણીતીને લગ્ન બાદ રાજકારણમાં આવવાની શક્યતા વિશે પૂછવામાં આવ્યું તો અભિનેત્રીએ રસપ્રદ જવાબ આપ્યો. તેણે લગ્ન જીવનને પણ ઉત્તમ ગણાવ્યું હતું. પરિણીતી ચોપડાએ રાઘવ ચડ્ઢા સાથે લગ્ન કર્યા બાદ રાજનીતિમાં આવવા વિશે ખુલીને વાત કરી હતી. તાજેતરમાં, એક ઇન્ટરવ્યૂમાં પરિણીતી ચોપરાને તેના પતિ રાઘવ ચડ્ઢાની રાજકીય હલચલને ધ્યાનમાં રાખીને રાજકારણમાં એન્ટ્રી કરવા વિશે પૂછવામાં આવ્યું હતું. તેના જવાબમાં પરિણીતીએ કહ્યું, તે બૉલીવુડ વિશે કશું જાણતા નથી અને હું રાજકારણ વિશે કંઈ જાણતી નથી, તેથી મને નથી લાગતું કે તમે મને રાજકારણમાં જોશો.
પરિણીત જીવન પર પોતાનો દ્રષ્ટિકોણ શેર કરતાં અભિનેત્રીએ કહ્યું, અમને કલ્પના નહોતી કે અમને આખા દેશમાંથી આટલો પ્રેમ મળશે. મને લાગે છે કે જો તમે યોગ્ય વ્યક્તિ સાથે હોવ તો લગ્ન જીવન શ્રેષ્ઠ છે.
ઉલ્લેખનીય છે કે, ગયા મહિને રાઘવ ચડ્ઢાને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવતા પરિણીતી ચોપડાએ કહ્યું હતું કે, તમે મને ભગવાને આપેલી શ્રેષ્ઠ ભેટ છો, આજનો દિવસ મારો પ્રિય દિવસ છે કારણ કે મારા માટે આજે તમારો જન્મ થયો હતો. જન્મદિવસની શુભેચ્છા મને પસંદ કરવા બદલ આભાર. પરિણીતી તેના આ ખાસ દિવસે મનીષ મલ્હોત્રાનાએ ડીઝાઈન કરેલું ઊની કાપડ લહેંગામાં ખૂબ જ સુંદર દેખાતી હતી, તેની સાથે તેના આઉટફિટ સાથે મેળ ખાતી એટલી જ સુંદર જ્વેલરી પણ હતી.