બિગ બોસ કોન્ટ્રોવર્સિયલ રિયાલિટી શો છે જેમાં કન્ટેસ્ટેન્ટની વચ્ચે સામાન્ય રીતે લડાઇ ઝઘડા થતા જોવા મળે છે. પરંતુ આ વખતે કન્ટેસ્ટેન્ટની સાથે બહાર મારપીટ થઇ છે જેમાં એક્ટ્રેસને ગંભીર રૂપથી ઇજા થઇ છે.
આ દિવસોમાં સલમાન ખાનની મોસ્ટ કોન્ટ્રોવર્શિયલ શો બિગ બોસ 17 હાલમાં આ સમયે ખૂબ ચર્ચામાં છે. આ શોમાં દરરોજ એક નવો ટ્વિસ્ટ આવતો હોય છે. પરંતુ હાલમાં જે ખબર સામે આવી છે એ સાંભળીને વિચારમાં પડી જશો. આ સમાચાર બિગ બોસ કન્ટેસ્ટેન્ટ સાથે જોડાયેલ છે જેની સાથે કોઇએ મારપીટ કરી છે અને આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થઇ છે.
જે બિગ બોસ કન્ટેસ્ટેન્ટની વાત કરી રહ્યા છે એ સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીની લોકપ્રિય એક્ટ્રેસ અને બિગ બોસ તમિલ 3ની પૂર્વ કન્ટેસ્ટેન્ટ વનિતા વિજયકુમારની છે, જેની સાથે મારપીટ થઇ અને ઊંડો ઘા પડીને ઇજા થઇ છે.
હાલમાં વનિતાએ એના ટ્વિટર પર એની તસવીર પોસ્ટ કરી છે જેમાં એની આંખ કાળી થઇ ગઇ છે અને ચહેરા પર સોજા જોવા મળી રહ્યા છે. એક્ટ્રેસની આ તસવીર જોઇને દરેક લોકો હેરાન થઇ ગયા છે. એક્ટ્રેસે આ તસવીર શેર કરીને ઘટનામાં શું થયુ એ વિશેની જાણ કરી છે અને સાથે પોતાના દર્દની પણ વાત કરી છે.
વનિતા વિજયકુમારે આ ઘટના વિશે જણાવતા લખ્યુ છે કે ભગવાન જાણે કોને આટલો ખરાબ રીતે હુમલો કર્યો..એક પ્રદીપ એન્ટની સપોર્ટર..મેં મારો રિવ્યુ પૂરો કર્યો અને જમી અને પછી મારી કાર લઇને ગઇ. આ દરમિયાન ખૂબ અંઘેરુ હતુ અને એક વ્યક્તિ બહારથી આવીને મારા ચહેરા પર જોરજોરથી મારીને ભાગી ગયો.
આ વિશે વધુમાં અભિનેત્રી જણાવે છે કે આ સમય મારા માટે બહુ દર્દનાક હતો અને ચહેરા પર લોહી વહી રહ્યુ હતુ. આ કારણે હુમલાવરને ઓળખવામાં હું થાપ ખાઇ ગઇ. આટલું જ નહીં એક્ટ્રેસ વધુમાં જણાવે છે કે હાલમાં એ ચહેરા પર સારવાર કરાવી છે અને પછી દરેક વસ્તુમાં થઈ બ્રેક લેશે કારણકે આ સ્ક્રિન પર જોવા માટે હું શારિરિક સ્થિતિમાં નથી.