Kareena Kapoor: કયા ધર્મનું પાલન કરે છે કરીના કપૂર? તૈમૂર-જેહની નૈનીએ ખુલાસો કર્યો
Kareena Kapoor: બોલીવુડ એક્ટ્રેસ કરીના કપૂર સોશ્યલ મિડિયા પર ઘણા એક્ટિવ રહે છે અને તેના પરિવાર સાથેના ફોટા શેર કરતી રહે છે. કપૂર કુળની પુત્રી કરીના કપૂરના લગ્ન પટૌડી કુળના નવાબ સૈફ અલી ખાન સાથે થયા છે. કરીના હિન્દુ છે અને સૈફ મુસ્લિમ, તેથી હંમેશા પ્રશ્ન થાય છે કે કરીના કયા ધર્મનું પાલન કરે છે. આ રહસ્ય તૈમૂર અને જેહની આયા લલિતા ડી’સિલ્વાએ ખોલ્યું.
લલિતા ડી સિલ્વાએ હિન્દી રશને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે કરીના હિન્દુ કે મુસ્લિમ ધર્મનું પાલન કરતી નથી પરંતુ ખ્રિસ્તી ધર્મનું પાલન કરે છે. લલિતાએ કહ્યું કે કરીના તેની માતા બબીતાની જેમ ખ્રિસ્તી ધર્મનું પાલન કરે છે. કરીના તેને કહેતી કે તેણે બાળકો માટે ભજન ગાવા જોઈએ અને બાળકોની આસપાસનું વાતાવરણ સકારાત્મક રહે તે માટે તેને ઓમકાર વગાડવાનું પણ કહેતી.
કરીના હંમેશા પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં રહે છે. તેમના દીકરા તૈમૂરના નામને લઈને પણ વિવાદ થયો હતો, જેના પછી કરીના અને સૈફ બંને ટ્રોલ થયા હતા.
વર્કફ્રન્ટ
કરીના પાસે ઘણા પ્રોજેક્ટ્સ હાથમાં છે, જેમાં તે છેલ્લે સિંઘમ અગેન માં જોવા મળી હતી. જોકે, અજય દેવગણ, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, ટાઇગર શ્રોફ, અર્જુન કપૂર અને અક્ષય કુમાર જેવા મોટા સ્ટાર્સ અભિનિત હોવા છતાં, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ.