‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા‘ના ફેન્સ માટે ખરાબ સમાચાર છે. કહેવાય છે કે આ સિરિયલમાંં લોકપ્રિય પાત્ર જેઠાલાલે પોતાની દુકાન ગડા ઈલેક્ટ્રોનિક્સને વેચવા કાઢી છે. આ એકદમ સાચું છે. જેઠાલાલના આ પગલાથી ગોકુલધામમાં કોહરામ મચી ગયો છે અને બાપુજી સહિત આખીય સોસાયટીમાં હાહાકાર મચી ગયો છે. તારક મહેતના હવે પછીના એપિસોડમાં ગડા ઈલેક્ટ્રોનિકસની સ્ટોરીનું પ્રસારણ કરવામાં આવશે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં આ ઘટના ક્રમ ત્યારે શરૂ થાય છે કે જ્યારે એક વેપારી જેઠાલાલની દુકાને આવે છે અને પોતાના બિઝનેસની વાત કરે છે. વેપારી કહે છે કે તે પોતાની દુકાન વેચવા માંગે છે. જેઠાલાલ વિચારવા લાગે છે કે આજકાલ તેની દુકાનમાં બહુ મોટી ઘરાકી જોવા મળી રહી નથી. આવું વિચારીને જેઠાને ગુસ્સો આવે છે અને તેનું ફસ્ટ્રેશન વધતું જાય છે.
બીજા દિવસે છાપું વાંચતાં-વાંચતાં આત્મારામ ભીડેની નજર ગડા ઈલેક્ટ્રોનિક્સની દુકાન વેચવાની જાહેરખબર પર પડે છે. તે ચોંકી જાય છે. તે તરત માધવીને જાણ કરે છે અને મહેતા સાહેબના ઘરે પહોંચી જાય છે. ધીમે-ધીમે આખાય ગોકુલધામને ખબર પડે છે અને બધા સોસાયટીમાં એકત્ર થાય છે. કારણ કે બધાએ જાહેરખબર જોઈ લીધી હોય છે.
બીજી તરફ જેઠાલાલ બાપુજીને પોતાની કફોડી સ્થિતિ અંગે વાત કરે છે અને તે કહે છે કે તેનું મન કરે છે કે દુકાન વેચીને ગુજરાત જતો રહે. બાપુજી તેને સમજાવતા કહે છે કે બધા સારાવાના થશે. આટલામાં ગોકુલધામવાસીઓ જેઠાને મહેતાજીના ઘરે બોલાવે છે પણ વચ્ચે બાપુજી જોરથી બૂમ પાડીને જેઠાને સોસાયટીના કમ્પાઉન્ડમાં બોલાવે છે. જાહેરખબર જોઈને જેઠાલાલ પોતે આશ્ચર્યમાં પડી જાય છે.
કોણે જાહેરખબર આપી છે અને કોનું આ કારસ્તાન હતું તે માટે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું આગામી એપિસોડ જોવાનું ચૂકતા નહી.