અજય દેવગણ અને કન્નડ અભિનેતા કિચ્ચા સુદીપ દ્વારા શરૂ કરાયેલા ભાષા વિવાદમાં હવે અક્ષય કુમાર પ્રવેશી ગયો છે. અભિનેતાએ સ્વીકાર્યું કે બોલિવૂડ ફિલ્મો આ દિવસોમાં બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરી રહી નથી.
અજય દેવગણ અને કન્નડ અભિનેતા કિચ્ચા સુદીપ દ્વારા શરૂ કરાયેલા ભાષા વિવાદમાં હવે અક્ષય કુમાર પ્રવેશી ગયો છે. અભિનેતાએ સ્વીકાર્યું કે બોલિવૂડ ફિલ્મો આ દિવસોમાં બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરી રહી નથી.
અભિનેતાએ વધુમાં કહ્યું કે, “હું ભાષાના વિભાજનમાં માનતો નથી. મને આવી વાત પર ગુસ્સો પણ આવે છે. મને સાઉથ ઈન્ડસ્ટ્રી અને નોર્થ ઈન્ડસ્ટ્રી જેવા શબ્દોથી પણ નફરત છે. આવી કોઈ વાત અને ચર્ચા ન થવી જોઈએ,
તેમણે એમ પણ કહ્યું કે અમે અમારા ઈતિહાસમાંથી કંઈ શીખ્યા નથી. અંગ્રેજોએ પણ ધર્મ અને ભાષાના આધારે લોકોમાં ભાગલા પાડીને તેનો ફાયદો ઉઠાવ્યો. જ્યારે આપણે સમજીશું કે આપણે એક છીએ ત્યારે વસ્તુઓ વધુ સારી બનશે. ભાષાને કોઈ મુદ્દો બનાવવાની જરૂર નથી.