Elvish Yadav ની છૂટ્ટી! લાફ્ટર શેફ્સ 2માં થશે મુનવ્વર ફારૂકીની એન્ટ્રી.
કલર્સ ચેનલના લોકપ્રિય કુકિંગ અને કોમેડી શો ‘Laughter Chefs 2’ માં હવે નવો મઝેદાર ટ્વિસ્ટ જોવા મળવાનો છે. બિગ બોસ 17 ના વિજેતા અને જાણીતા કોમેડિયન Munawar Farooqui શોમાં એન્ટ્રી લેવા જઈ રહ્યા છે.
રિપોર્ટ્સ અનુસાર, Elvish Yadav હવે સમયની ઊણપને કારણે શો માટે શૂટિંગ નથી કરી શકતા, જેના કારણે મેકર્સે મુનવ્વર ફારૂકી ને શોમાં લાવવાનો નિર્ણય લીધો છે. એટલે કે, આ રિપ્લેસમેન્ટ કાયમી નહીં પણ ફક્ત સમયગાળાના મુદ્દાને ધ્યાનમાં રાખીને લેવાયેલું છે.
Elvish Yadav હાલમાં ઘણા શોમાં વ્યસ્ત છે
એલ્વિશ હાલમાં એમટીવી રોડીઝ ડબલ ક્રોસ માં ગેંગ લીડર તરીકે અને જિયો હોટસ્ટાર ના ‘ઇન્ડિયન ગેમ અડ્ડા’ શોમાં પણ જોવા મળે છે. આમ, તેમની વ્યસ્તતાને કારણે ‘લાફ્ટર શેફ્સ 2’ માં હાજરી શક્ય નથી રહી.
View this post on Instagram
Munawar ને રસોઈ શોનો અનુભવ પહેલેથી જ છે
મુનવ્વર ફારૂકી અગાઉ પણ સેલિબ્રિટી માસ્ટરશેફમાં ગેસ્ટ તરીકે દેખાઈ ચૂક્યા છે, જ્યાં તેમણે વિજેતા ગૌરવ ખન્ના પર ડિશ કોપી કરવાનો આરોપ પણ લગાવ્યો હતો, જે ચર્ચાનો વિષય બની ગયો હતો.
હવે જોવું રસપ્રદ રહેશે કે મુનવ્વર લાફ્ટર શેફ્સ 2 માં પોતાના હાસ્ય અને રસોઈની ટીકમણાતી શૈલીથી કેટલું મનોરંજન કરાવે છે!