રાજકુમાર હિરાનીના નિર્દેશનમાં બનેલ ફિલ્મ ‘ડંકી’ 21 ડિસેમ્બરે થિએટર્સમાં રિલીઝ થશે. ફેન્સ આતુરતાથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. ફિલ્મ ‘ડંકી’ના પ્રમોશનના આમંત્રણને લઈને એક અલગ મામલો સામે આવ્યો છે. રેડ ચિલીઝે મહત્ત્વપૂર્ણ કાર્યવાહી કરી છે અને માસ્ટર પ્લાન પર કામ શરુ કરી દીધું છે. શાહરૂખ ખાન આ વર્ષે ‘પઠાણ’ અને ‘જવાન’ના રૂપમાં બે બ્લોકબસ્ટર ફિલ્મો આપી ચુક્યા છે અને હવે તે ત્રીજી બ્લોકબસ્ટર ફિલ્મ માટે તૈયાર છે. રાજકુમાર હિરાનીના નિર્દેશનમાં બનેલ ફિલ્મ ‘ડંકી’ 21 ડિસેમ્બરે થિએટર્સમાં રિલીઝ થશે.ફિલ્મ ‘ડંકી’ના પ્રમોશનના આમંત્રણને લઈને એક અલગ મામલો સામે આવ્યો છે. આ મામલે પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝે મહત્ત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટે સોશિયલ મીડિયા પર ફિલ્મ ‘ડંકી’ના ફેક પ્રમોશન ઈન્વાઈટ બાબતે ટ્વિટ કર્યું છે. રેડ ચિલીઝે આ ઈન્વિટેશનને ફેક હોવાનું જણાવ્યું છે.
મેકર્સે લીધુ ખાસ એક્શન
રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટે આ ટ્વિટમાં જણાવ્યું કે, ’23 ડિસેમ્બરના રોજ જયપુરના જીટી મોલમાં ફિલ્મ ‘ડંકી’ માટે રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટે પ્રમોશન ઈન્વિટેશન આયોજિત કર્યું હોવાનું ફેક પ્રમોશન વાયરલ થઈ રહ્યું છે આ પ્રમોશન સંપૂર્ણપણે ફેક છે. તેમાં કોઈપણ કલાકાર, રેડ ચિલીઝ તથા અન્ય કોઈ શામેલ નથી અને સપોર્ટ કરી રહ્યું નથી. આ પ્રકારની ઈવેન્ટ અંગે અમે અધિકૃત જાહેરાત કરીશું.’
ટિકીટનું વેચાણ
આ વર્ષે શાહરૂખ ખાનની બે બ્લોકબસ્ટર ફિલ્મ ‘જવાન’ અને ‘પઠાણ’ પછી ફેન્સને શાહરૂખની ફિલ્મ ‘ડંકી’ અંગે ઘણી અપેક્ષાઓ રહેલી છે. યુએસમાં મોટી સંખ્યામાં આ ફિલ્મની એડવાન્સ બુકિંગની ટિકીટો વેચાઈ રહી છે. આ ફિલ્મમાં શાહરૂખ ઉપરાંત અન્ય સ્ટાર્સ તાપસી પન્નુ, વિકી કૌશલ અને બોમન ઈરાની પણ મુખ્ય ભૂમિકા ભજવતા જોવા મળશે.