શ્રીયા પિલગાંવકરને વધુ એક ફિલ્મ ડ્રાય ડે મળી છે. આ ફિલ્મ નિખિલ અડવાણી અને મધુ ભોજવાણી બનાવી રહ્યા છે. ફિલ્મનું દિગ્દર્શન સૌરભ શુકલા કરવાના છે. ફિલ્મના અન્ય કલાકારોમાં અનુ કપૂરનો સમાવેશ થાય છે. શ્રીયા ઓટીટીની જાણીતી સ્ટાર છે. ઓટીટી પર મિર્ઝાપુર સહિતના શો ઉપરાંત બીજી કેટલીય ફિલ્મોમાં તે કામ કરી ચૂકી છે.
આ ફિલ્મમાં તે નિર્મલા નામની યુવતીનો રોલ કરવાની છે. શ્રીયાએ જોકે, ફિલ્મની સ્ટોરી વિશે વધારે વિગતો આપી ન હતી. શ્રીયાને સચિન પિલગાંવકરની દીકરી તરીકે મનોરંજનની દુનિયામાં આસાન એન્ટ્રી મળી હતી. જોકે, અન્ય નેપોકિડઝની સરખામણીએ તે એક એક્ટ્રેસ તરીકે સ્થાપિત થઈ ચુકી છે અને હવે પોતાની અલાયદી ઓળખ બનાવી ચુકી છે.
સૌરભ શુક્લા દ્વારા નિર્દેશિત અને એમ્મા એન્ટરટેઈનમેન્ટ દ્વારા નિર્મિત, ડ્રાય ડે મોનિષા અડવાણી, મધુ ભોજવાણી અને નિખિલ અડવાણી દ્વારા નિર્મિત છે. આ ફિલ્મમાં જિતેન્દ્ર કુમાર, શ્રિયા પિલગાંવકર અને અન્નુ કપૂર મહત્વની ભૂમિકામાં છે. ડ્રાય ડે 22 ડિસેમ્બરે હિન્દી અને તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં પ્રાઇમ વીડિયો પર રિલીઝ થશે.
ઓટીટી પ્લેટફોર્મ પર ડ્રાય ડેનું ફર્સ્ટ લૂક પોસ્ટર પણ શેર કરવામાં આવ્યું છે જ્યાં શ્રેયા અને જિતેન્દ્ર લાલ રંગની કારમાં જોવા મળે છે. તેની સામેની ટીમ પણ દેખાઈ રહી છે. જ્યારે જીતુ ભૈયાના હાથમાં દારૂની બોટલ છે, મોટા પોસ્ટર પર લખ્યું છે કે દારૂના વેચાણ પર પ્રતિબંધ.