ટીવીના સૌથી પ્રખ્યાત શો ‘સીઆઈડી’ના એક્ટર દિનેશ ફડનીસનું નિધન થયું છે. તેઓ ગઈકાલે રાતથી વેન્ટિલેટર સપોર્ટ પર હતા અને લગભગ 12 વાગ્યે તેમનું મૃત્યુ થયું હતું. તેમના અંતિમ સંસ્કાર આજે કરવામાં આવનાર છે . આ પ્રસંગે સીઆઈડી કાસ્ટ ત્યાં હાજર રહેવાની ધારણા છે.પ્રખ્યાત ક્રાઈમ શો ‘સીઆઈડી’માં ફ્રેડરિક્સનું પાત્ર ભજવનાર અભિનેતા દિનેશ ફડનીસનું 4 ડિસેમ્બરે નિધન થયું હતું. જીવન અને મૃત્યુ વચ્ચે ઝઝૂમી રહેલા અભિનેતાનું ગઈકાલે રાત્રે લગભગ 12 વાગ્યે અવસાન થયું હતું. તેમને મુંબઈની તુંગા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના અંતિમ સંસ્કાર આજે કરવમાં આવશે અને સૌથી લાંબા સમય સુધી ચાલતા શો ‘સીઆઈડી’ની આખી સ્ટાર કાસ્ટ હાલમાં તેમના ઘરે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિનેશની હાલત નાજુક હતી અને તે વેન્ટિલેટર સપોર્ટ પર હતો.
