Saif Ali Khan: સૈફ અલી ખાન પર હૂમલો અને ગોવિંદાના ફાયરિંગ કેસમાં શું ફરક છે, ઘટનાઓની ભીતરમાં છૂપાયું છે મોટું રહસ્ય?
Saif Ali Khan સૈફ અલી ખાનના ઘરમાં હૂમલાખોર ઘૂસ્યો અને સૈફને ઉપરાછપરી 6 વાર કરી, ઘાયલ કરીને ભાગી છૂટ્યો હતા. પોલીસના કહેવા પ્રમાણે ચોરીના ઈરાદે આખી ઘટનાને અંજામ આપવામાં આવી છે. સૈફ અલી ખાનની સાથે ગોવિંદાના ફાયરિંગ કેસ એમ બન્ને મામલામાં કેટલાક પ્રશ્નો છે તે આજે પણ જવાબ માંગી રહ્યા છે.
Saif Ali Khan ચોથી ઓક્ટોબર-2024ના રોજ ગોવિંદા જ્યારે તેના ઘરમાં એકલો હતો અને મળસ્કે ચાર વાગ્યે બંદુક સાફ કરી રહ્યો હતો ત્યારે અચાનક તેનાંથી સેલ્ફ ફાયરિંગ થાય છે અને તેના પગમાં ગોળી વાગી જાય છે. વાત અહીંયા જ પતી જાય છે. પોલીસ ફાઈલ ક્લોઝ કરી નાંખે છે.
હવે સૈફ અલી ખાનની ઘટના પર નજર કરીએ.
16મી જાન્યુઆરી-2025ના રોજ હૂમલાખોર બાજુની ઈમારત પરથી કૂદીને જહાંગીર અને તૈમુરના રુમમાં આવે છે અને તે પણ રાત્રે બે વાગ્યે.
જ્યારે નોકરાણીએ ચીસો પાડી ત્યારે સૈફ દોડતો આવ્યો. તો શું સૈફનો બેડરૂમ નોકરાણીના રૂમની બાજુમાં છે?
સૈફની સાથે ચોરની ઝપાઝપી થાય છે અને 6 વાર પછી, તે 12મા માળ નીચે ગયો અને સુરક્ષાની હાજરીમાં ઇમારતની બહાર નીકળી ગયો?
સૈફને હોસ્પિટલ લઈ જવા માટે અનેક ગાડીઓ હતી, પણ કોઈ ડ્રાઈવર નહોતો તેથી સૈફનો દીકરો ઈબ્રાહીમ (તેની પહેલી પત્ની અમૃતાસિંહથી) તેને રિક્ષામાં હોસ્પિટલ લઈ ગયો. તો શું હજુ સુધી ઈબ્રાહીમ ગાડી ચલાવતા શીખ્યો નથી?
રાત્રે 2 વાગ્યે બિલ્ડિંગની બહાર રીક્ષા પાર્ક કરવામાં આવી હતી?આટલી આસાનીથી રીક્ષા મળી ગઈ?
શું આ બધી ઘટનાઓ ઘરઘાટી તરફ ઈશારો કરે છે કે પછી આ ઘટનાઓની ભીતરમાં કોઈક મોટું રહસ્ય છૂપાયેલું છે?
સવાલ, સવાલ અને માત્રને માત્ર સવાલ….