Devara: NTR ની ફિલ્મ ‘સ્ત્રી 2’ સહિતની 3 ફિલ્મોને પાછળ છોડી રેકોર્ડ તોડ્યો,NTR તેનો રેકોર્ડ તોડવાનું ચૂકી ગયો
Junior NTR ની ફિલ્મ ‘‘Devra: Part 1‘ આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મે રિલીઝ પહેલા જ એડવાન્સ બુકિંગમાં ‘સ્ત્રી 2’ સહિત 3 ફિલ્મોનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
સાઉથ સુપરસ્ટાર જુનિયર એનટીઆર, જ્હાન્વી કપૂર અને સૈફ અલી ખાન સ્ટારર ફિલ્મ ”Devra: Part 1′ આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મની રિલીઝ સાથે જ સોશિયલ મીડિયા પર દર્શકોના રિએક્શન આવવા લાગ્યા છે. સ્વાભાવિક છે કે, શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની ફિલ્મ ‘સ્ત્રી 2’ની સુપર સક્સેસ પછી ચાહકોની નજર ‘દેવરા’ પર ટકેલી હતી. ફિલ્મ વિશે કરવામાં આવેલા અનુમાનના આધારે એવો અંદાજ લગાવવામાં આવ્યો હતો કે ફિલ્મ બોક્સ ઓફિસ પર 100 કરોડની કમાણી કરી શકે છે.
View this post on Instagram
કારણ કે જુનિયર એનટીઆરની ફિલ્મ ‘દેવરા’એ એડવાન્સ બુકિંગમાં જંગી કમાણી કરી છે. રિપોર્ટ અનુસાર, આ ફિલ્મે અત્યાર સુધીમાં 38.84 કરોડ રૂપિયાની કમાણી કરી છે. સ્થિતિ એવી છે કે બોક્સ ઓફિસ પર 600 કરોડથી વધુની કમાણી કરનારી ‘સ્ત્રી 2’ પણ આ ફિલ્મથી પાછળ રહી ગઈ છે. આ સિવાય ‘દેવરા’એ બીજી ઘણી ફિલ્મોના રેકોર્ડ તોડ્યા છે. જોકે, તે 2 ફિલ્મોનો આંકડો તોડવામાં નિષ્ફળ રહી છે. આવો એક નજર કરીએ આના પર…
Stree 2 નો રેકોર્ડ તૂટ્યો
શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની ફિલ્મ Stree 2′ 15 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. રિપોર્ટ અનુસાર, આ ફિલ્મે એડવાન્સ બુકિંગમાં 23.36 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. તેની કમાણી જુનિયર એનટીઆરની ફિલ્મ કરતા ઘણી પાછળ છે. આ સિવાય ‘દેવરા’એ સાઉથના સુપરસ્ટાર થાલાપતિ વિજયની ફિલ્મ ‘Goat’નો રેકોર્ડ પણ તોડ્યો છે. આ ફિલ્મે એડવાન્સ બુકિંગમાં 24.5 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
‘Bad News’ વિશે વાત કરીએ તો રિપોર્ટ અનુસાર, વિકી કૌશન અને તૃપ્તિ ડિમરી અભિનીત આ ફિલ્મે એડવાન્સ બુકિંગમાં 2.67 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ કમાણી પણ ‘દેવરા’ની પાછળ છે.
આ 2 ફિલ્મોનો રેકોર્ડ તોડી શકી નથી
એડવાન્સ બુકિંગ રિપોર્ટ પર નજર કરીએ તો જુનિયર એનટીઆરની ફિલ્મ ‘દેવરા’એ ભલે ‘સ્ત્રી 2’, ‘Goat’ અને ‘બેડ ન્યૂઝ’ના રેકોર્ડ તોડી નાખ્યા હોય પરંતુ તે હજુ પણ બે ફિલ્મોના રેકોર્ડ તોડવામાં પાછળ છે. તે સાઉથ સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ ‘Kalki 2898 એડી’નો રેકોર્ડ તોડવામાં નિષ્ફળ રહી છે.
https://twitter.com/AjayKrishnaKK1/status/1839156110005022841
આ સિવાય જુનિયર એનટીઆર પોતાની જ ફિલ્મ ‘RRR’નો રેકોર્ડ તોડવાનું ચૂકી ગયો છે. ના અહેવાલ મુજબ, ‘કલ્કી 2898 AD’ એ એડવાન્સ બુકિંગમાં 55.11 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જ્યારે ‘RRR’ એ તેની રિલીઝ પહેલા 58.73 રૂપિયાની સુંદર કમાણી કરી હતી.