Deepika Padukone: દીપિકા પાદુકોણે મા બનતાં જ સાસરિયાં પાસે ખરીદ્યું ઘર, જાણો નવા ઘરની કિંમત
Deepika Padukone માતા બન્યાના એક અઠવાડિયા બાદ જ નવું ઘર ખરીદ્યું છે. આ ઘર તેની સાસુ અંજુ ભવનાનીના બાંદ્રા એપાર્ટમેન્ટની નજીક છે અને તેની કિંમત 17 કરોડ રૂપિયાથી વધુ છે.
સ્ટાર Deepika Padukone અને રણવીર સિંહે 8 સપ્ટેમ્બરે તેમના પ્રથમ બાળકનું સ્વાગત કર્યું. અભિનેત્રીએ પુત્રીને જન્મ આપ્યો છે. માતા બન્યાના એક અઠવાડિયા બાદ જ દીપિકા પાદુકોણે નવું ઘર ખરીદ્યું છે. આ ઘર તેની સાસુ અંજુ ભવનાનીના બાંદ્રા એપાર્ટમેન્ટની નજીક છે, જેમાં તેની પુત્રી રિતિકા તેના પતિ જુગજીત સિંહ ભવનાની સાથે ભાડે રહે છે.
View this post on Instagram
Deepika Padukone નું આ નવું એપાર્ટમેન્ટ સાગર રેશમ કોર્પોરેટ હાઉસિંગ સોસાયટીમાં છે. આ સોસાયટીમાં 4 BHK અને 5 BHK એપાર્ટમેન્ટ છે. દીપિકાનો ફ્લેટ 15મા માળે છે. Zapkey.com અનુસાર, અભિનેત્રીએ આ મિલકત માટે સ્ટેમ્પ ડ્યુટી તરીકે રૂ. 1.07 કરોડ અને નોંધણી માટે રૂ. 30,000 ચૂકવ્યા છે.
નવા ઘરની કિંમત કેટલી છે?
આ ફ્લેટ Deepika Padukone ની કંપનીના નામે કરવામાં આવ્યો છે જેના કો-ઓનર તેના પિતા પ્રકાશ પાદુકોણ છે. 171.47 ચોરસ મીટરમાં બનેલા અભિનેત્રીના આ એપાર્ટમેન્ટની કિંમત 17.8 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ એપાર્ટમેન્ટની સાથે તેમની પાસે એક કાર પાર્કિંગની પણ સુવિધા છે.
Deepika-Ranveer ટૂંક સમયમાં 100 કરોડના એપાર્ટમેન્ટમાં શિફ્ટ થશે
જણાવી દઈએ કે આ પહેલા બાંદ્રામાં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહનું એક એપાર્ટમેન્ટ ડેવલપમેન્ટ તબક્કામાં છે જે ખૂબ જ જલ્દી પૂર્ણ થવા જઈ રહ્યું છે. તેની કિંમત 100 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. ખાસ વાત એ છે કે આ ઘર શાહરૂખ ખાનની મન્નતની નજીક છે.
Deepika Padukone નું વર્ક ફ્રન્ટ
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો Deepika Padukone છેલ્લે ફિલ્મ ‘કલ્કી 2898 એડી’માં જોવા મળી હતી. હવે અભિનેત્રી રોહિત શેટ્ટીની ‘સિંઘમ અગેન’માં જોવા મળશે. માતા બન્યા પછી, અભિનેત્રી મેટરનિટી બ્રેક પર છે અને ઘણા અહેવાલોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે તે બ્રેક પછી ‘કલ્કી 2898 એડી’ની સિક્વલનું શૂટિંગ કરશે.