દીપિકા પાદુકોણ મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. આ દરમિયાન એરપોર્ટથી બહાર નીકળતી વખતે અભિનેત્રી ખૂબ જ સ્ટાઇલિશ અંદાજમાં જોવા મળી હતી.બ્લેક સ્વેટશર્ટ સાથે જેકેટમાં જોવા મળ્યો હતો સ્ટાઇલિશ અંદાજ.દીપિકા પાદુકોણના દેખાવ વિશે વાત કરીએ તો તેણે મેચિંગ પેન્ટ સાથે બ્લેક સ્વેટશર્ટ ઉપર હૂડવાળી ઝિપર જેકેટ પહેર્યું હતું.દીપિકા કાળા સનગ્લાસ પહેરીને ખૂબ જ આકર્ષક લાગી રહી હતી. દીપિકાએ મેચિંગ બૂટ સાથે ઓલ-બ્લેક લુક કમ્પ્લીટ કર્યો હતો.
આ દરમિયાન પાપારાઝીઓએ અભિનેત્રીની ઘણી તસવીરો ક્લિક કરી હતી.અને તેને કોઈને પણ તસ્વીર લેવાની ના પડી ન હતી. ઉલ્લેખનીય છે કે દીપિકા પોતાના ગ્લેમરસ લુક અને વ્યવહાર ના લીધે ખુબ જાણીતી છે.દીપિકાના સ્ટાઇલિશ એરપોર્ટ લૂકની તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છેઅભિનેત્રી છેલ્લે શાહરૂખ ખાનની મેગા બ્લોકબસ્ટર ફિલ્મ જવાનમાં કેમિયો કરતી જોવા મળી હતી.દીપિકા પાદુકોણ ટૂંક સમયમાં જ સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત ફાઈટરમાં ઋત્વિક રોશન સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. ફિલ્મમાં અનિલ કપૂર અને કરણ સિંહ ગ્રોવર પણ મહત્વની ભૂમિકામાં છે.