અભિનેત્રી રશ્મિકા મંદાના તેની આગામી ફિલ્મ એનિમલના પ્રમોશનમાં વ્યસ્ત છે. અભિનેત્રીએ હાલમાં જ ડીપફેક વીડિયો વિવાદ પર ખુલીને વાત કરી છે. તેમણે દેશની છોકરીઓને ચેતવણી આપતાં કહ્યું છે કે, આ નાની અને સામાન્ય વાત નથી. આ એક મોટો મુદ્દો છે જેને આપણે નજરઅંદાજ ન કરવો જોઈએ અને તેના પર સ્ટેન્ડ લેવો જોઈએ. તો જ લોકો આપણા સમર્થનમાં માટે આવશે.
રશ્મિકા મંદાના ઇન્ડસ્ટ્રીની એવી અભિનેત્રીઓમાંથી એક છે જે એક યા બીજા કારણોસર ચર્ચામાં રહે છે. ફિલ્મોની સાથે અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. હાલમાં જ તેણે ચાલી રહેલા ડીપ ફેક વીડિયો વિવાદ પર પોતાના મનની વાત કરી છે. તમને જણાવી દઈએ કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ઘણી અભિનેત્રીઓ ડીપફેક વીડિયોનો શિકાર બની ચુકી છે. આ યાદીમાં રશ્મિકા મંદાનાનું નામ પણ સામેલ છે.
મૌન રહેવાથી કશું પ્રાપ્ત થશે નહીં : રશ્મિકા
તાજેતરમાં તેણે આ અંગે છોકરીઓને ચેતવણી આપી અને માહિતી શેર કરી છે. તેણે કહ્યું છે કે આ નાની એવી વાત નથી. આવી સ્થિતિમાં મૌન રહેવાથી કશું પ્રાપ્ત થશે નહીં. આ મુદ્દાને લઈને રશ્મિકાએ વધુમાં કહ્યું કે આવા વીડિયોને સામાન્ય રીતે ન લેવા જોઈએ. આ એક મોટો મુદ્દો છે. સાઉથ અને નોર્થ ઈન્ડસ્ટ્રીઝના ઘણા લોકો તેમના સમર્થનમાં આવ્યા હતા. જેના કારણે તેમને લાગ્યું કે આ કોઈ સામાન્ય વસ્તુ નથી. આ લોકોના સપોર્ટથી એક્ટ્રેસ ખૂબ જ સુરક્ષિત અનુભવ કર્યો હતો.
આ ઉપરાંત અભિનેત્રીએ ઉમેર્યું હતું કે, હું બધી છોકરીઓને કહેવા માંગુ છું કે આ નાની વાત નથી. જો કોઈ વાત તમને પરેશાન કરી રહી હોય તો તમારે તેના વિશે ચૂપ ન રહેવું જોઈએ. જ્યારે તમે તમારા માટે સ્ટેન્ડ લેશો ત્યારે જ લોકો તમને સાથ આપશે. આપણે જે દેશમાં રહીએ છીએ તે સારો દેશ છે. આ દેશ સારા હાથમાં છે. જ્યાં લોકો એકબીજાને સપોર્ટ કરે છે.
અનિમલ ક્યારે થશે રિલીઝ
આ દિવસોમાં રશ્મિકા તેની આગામી ફિલ્મ એનિમલમાં ખૂબ જ વ્યસ્ત રહે છે. અભિનેત્રી દરરોજ એનિમલના પ્રમોશન માટે જાય છે. આ ફિલ્મમાં તે પહેલીવાર રણબીર કપૂર સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. જેમાં તે અભિનેતાની પત્ની ગીતાંજલિ સિંહનો રોલ કરી રહી છે. તાજેતરમાં જ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું.
રણબીર કપૂરનું પાત્ર અને તેનો લૂક લોકોને ખૂબ પસંદ આવ્યો હતો. આ ફિલ્મ 1 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મમાં રણબીર અને રશ્મિકા ઉપરાંત બોબી દેઓલ, અનિલ કપૂર, તૃપ્તિ ડિમરી, શક્તિ કપૂર, પ્રેમ ચોપરા અને સુરેશ ઓબેરોય મહત્વની ભૂમિકામાં જોવા મળશે.