આ વર્ષે શાહરૂખ ખાનની બે ફિલ્મો પઠાણ અને જવાન રિલીઝ થઈ છે બંને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ધૂમ કમાણી કરી છે ત્યારે હવે કિંગ ખાન આગામી ફિલ્મ ડંકી 21મી ડિસેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે આ ફિલ્મના સોંગ્સ અને ટ્રેલરને ફેન્સ પસંદ કરી રહ્યા છે ત્યારે હવે વેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટર ક્રિસ ગેલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ગેલ ડંકી ફિલ્મના સોંગ લુટ પુટ ગયા પર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે આ વીડિયો પર કિંગ ખાન પ્રતિક્રિયા સામે આવી છે
શાહરૂખ ખાનના એક ફેન ક્લબ દ્વારા ક્રિસ ગેલ વીડિયો શેર કરવામાં આવ્યો છે શાહરૂખ ખાને ક્રિસ ગેલના વીડિયો પર પ્રેમ વર્શાવતા તેના વખાણ કર્યા છેBફિલ્મ ડંકીના લુટ પુટ ગયા સોંગની વાત કરીએ તો તેને અરિજિત સિંહે ગાયું છે અને પ્રિતમે કમ્પોઝ કર્યું છે તેની લિરિક્સ સ્વાનંદ કિરકિરે-આઈપી સિંહે લખી છે જ્યારે ગણેશ આચાર્યએ કોરિયોગ્રાફ કરી છે રાજકુમાર હિરાણી નિર્દેશિત ફિલ્મ ડંકીમાં શાહરૂખ ખાનની સાથે તાપસી પન્નુ અને વિકી કૌશલ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે