બોલીવુડ એક મોટી ફિલ્મ ઈન્ડસ્ટ્રી તરીકે જાણીતું છે. અહીં બનેલી ઘણી ફિલ્મોએ વિદેશમાં પોતાનો ચાર્મ ફેલાવ્યો છે. આ સિવાય અહીંના ઘણા અભિનેતા અને અભિનેત્રીઓએ હોલીવુડમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.
આજે અમે કેટલીક એવી અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેઓ એક ફિલ્મ માટે કરોડો રૂપિયા ચાર્જ કરે છે. સૌથી પહેલું નામ પ્રિયંકા ચોપરાનું આવે છે, જે એક ફિલ્મ માટે 15 થી 40 કરોડ રૂપિયા લે છે. તેણે હોલીવુડમાં પોતાની ઓળખ બનાવી છે.
બીજા નંબર પર દીપિકા પાદુકોણ છે, જેણે ઘણી હીટ ફિલ્મો આપી છે. દીપિકા એક ફિલ્મ માટે 15 થી 30 કરોડ રૂપિયા લે છે.
ક્વીન સ્ટાર કંગના સ્ટાર પણ ફિલ્મ માટે કરોડો રૂપિયા લે છે, તે એક ફિલ્મમાં કામ કરવા માટે 15 થી 27 કરોડ રૂપિયા લે છે. આ પછી ચોથા નંબર પર કેટરીના કૈફ છે, જે દરેક ફિલ્મ માટે 15 થી 21 કરોડ લે છે.
IMDb અનુસાર, પાંચમા નંબર પર આલિયા ભટ્ટ છે, જે એક ફિલ્મમાં કામ કરવા માટે 10 થી 20 કરોડ રૂપિયા લે છે. તેનું નામ ફોર્બ્સની 100 સેલિબ્રિટીની યાદીમાં પણ આવ્યું છે. અનુષ્કા શર્મા દરેક ફિલ્મ માટે 8 કરોડથી 12 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

