અભિનેત્રી પાયલ ઘોષનાં આરોપોએ સનસનાટી મચાવી દીધી છે, તેને કહ્યું કે અનુરાગ કશ્યપે મારી સાથે રેપ કર્યો,ગૌતમ ગંભીર અને અક્ષય કુમાર બધા મારી પાછળ પડ્યા હતા જો કે અક્ષય કુમારએ કોઈ ગેર વર્તન નથી કર્યું.પાયલે કહ્યું કે ગૌતમ ગંભીર અને અક્ષય કુમાર બધા મારી પાછળ પડ્યા હતા. પરંતુ હું માત્ર ઈરફાન પઠાણને પ્રેમ કરતી હતી. વધુમાં કહ્યું કે અનુરાગ કશ્યપે મારી સાથે બળાત્કાર કર્યો હતો.
વન ડે વર્લ્ડ કપ દરમિયાન ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરીને ચર્ચામાં આવેલી અભિનેત્રી પાયલ ઘોષે વહેલી સવારે ટ્વીટર પર એક પછી એક અનેક પોસ્ટ કરીને નવી સનસનાટી મચાવી દીધી હતી. પાયલ ઘોષે પહેલા કહ્યું હતું કે તેણે મજાકમાં શમી સાથે લગ્ન કરવાની વાત કરી હતી. આ પછી તેણે કહ્યું કે ગૌતમ ગંભીર તેને દરરોજ મિસ્ડ કોલ કરતો હતો.
ટ્વિટર પર પાયલે એક યુઝરને જવાબ આપતા કહ્યું કે, અરે ભાઈ મેં મજાકમાં ટ્વિટ કર્યું હતું. મારે કોઈ શમી-વમી સાથે લગ્ન કરવા નથી. મને મારી નોર્મલ લાઈફ જોઈએ છે. અને એ પણ સાંભળી લે કે મેં પાંચ વર્ષ સુધી ઈરફાન પઠાણને ડેટ કરતી હતી. પછી તે બધું પૂરુ થઈ ગયું. હું આટલી સહેલાઈથી કોઈના પર વિશ્વાસ કરી શકતી નથી.
પાયલે વધુમાં કહ્યું, મારી પાછળ ગૌતમ ગંભીર અને અક્ષય કુમાર બધા પડ્યા હતા. પરંતુ હું ફક્ત ઈરફાન પઠાણને જ પ્રેમ કરું છું. મને તેનાં સિવાય બીજું કંઈ જ દેખાતું નથી. હું ઈરફાનને દરેક વ્યક્તિ વિશે જણાવતી હતી. અને દરેકના મિસ્ડ કોલ બતાવતી હતી. મેં માત્ર ઈરફાનને પ્રેમ કર્યો છે બીજા કોઈને નહીં.જ્યારે એક યુઝરે પૂછ્યું કે તમે પરિણીત લોકો સાથે સંબંધો કેમ રાખો છો. તો પાયલે જવાબ આપ્યો, ઈરફાન પહેલા મારો બોયફ્રેન્ડ હતો. અમે 2011થી ડેટ કરી રહ્યા હતા અને તેણે 2016માં લગ્ન કર્યા હતા.પાયલ અહીં જ ન અટકી. તેણીએ આગળની પોસ્ટમાં કહ્યું, પરંતુ એક વાત હજુ છે. અનુરાગ કશ્યપે મારા પર બળાત્કાર કર્યો.અક્ષય કુમારે મારી સાથે ગેરવર્તન કરી નથી. તે આટલો મોટો સ્ટાર છે. એટલે હું હંમેશા તેનું સન્માન કરીશ.
પાયલે આગળ કહ્યું, ગૌતમ ગંભીર મને નિયમિતપણે મિસકોલ કરતો હતો. ઈરફાન આ વાત સારી રીતે જાણતો હતો. તે મારા બધા કોલ ચેક કરતો હતો. તેણે આ વાત મારી સામે યુસુફ ભાઈ, હાર્દિક અને કૃણાલ પંડ્યાને પણ કહી હતી. જ્યારે હું ઈરફાનને પુણેમાં મળવા ગઈ હતી. તે બરોડાની ડોમેસ્ટિક મેચ હતી.