Anupama: રૂપાલી ગાંગુલીના શોમાં બે નવા કલાકારોની એન્ટ્રી, શું ‘અનુપમા’નું રેટિંગ વધશે?
Anupama: ટીવીનો સૌથી ચર્ચિત શો ‘અનુપમા’ છેલ્લા ચાર વર્ષથી TRP ચાર્ટમાં નંબર વન રહ્યો હતો, પરંતુ તાજેતરમાં તેનું રેટિંગ ઘટી ગયું છે. જો કે, આ ઘટાડાને રોકવા માટે, બે નવા પ્રતિભાશાળી કલાકારો ટૂંક સમયમાં શોમાં પ્રવેશી રહ્યા છે- ઝલક દેસાઈ અને રાહિલ આઝમ.
ટીઆરપીમાં ઘટાડો અને નવું લીપ
હાલમાં, શોના મેકર્સે નવો લીપ લાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ દર્શકોની અપેક્ષાઓ પર તે પુરા નથી ઊતરતા. આ દરમિયાન, રૂપાલી ગાંગુલી અને તેમની ટીમે હાર નહીં માની અને હવે શોમાં ઝલક દેસાઈ અને રાહિલ આજમ સાથે નવો ટ્વિસ્ટ લાવવાની તૈયારી કરી રહ્યા છે. આ બંને એક્ટર ‘અનુપમા’માં પ્રેમ કોઠરીના ઓનસ્ક્રીન માતા-પિતા તરીકે જોવા મળશે.
પાત્રોની એન્ટ્રી અને નવા ટ્વિસ્ટ
સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રેમ (શિવમ ખજુરોરિયા) અને રાહી (અદ્રિજા રોય)ની સગાઈ દરમિયાન આ નવા પાત્રોની એન્ટ્રી શોમાં મોટો ધમાકો કરી શકે છે. કાવ્યા અને રાખી દવે જેવા વિલન પછી આ પાત્ર અનુપમાના જીવનમાં એક નવો પડકાર લાવશે.
Meet his wife, Anupama Anuj Kapadia…
One proud and possessive hubby!
STARPLUS BRING BACK MAAN
BRING BACK ANUJ #Anupamaa #AnujKapadia #GauRup #MaAn #RupaliGanguly #GauravKhanna pic.twitter.com/ilIr2lDcnE
— Annalise (@AnnaliseMaAn) January 7, 2025
ટેલેન્ટેડ એક્ટર્સની એન્ટ્રી
ઝલક દેસાઈ અને રાહિલ આઝમ બંને તેમના શાનદાર અભિનય માટે જાણીતા છે. ઝલક દેસાઈએ ‘લાડો 2, રાધાકૃષ્ણ અને ‘મુંહ બોલી શાદી’ જેવા શોમાં અભિનય કર્યો છે, જ્યારે રાહિલ આઝમે ‘હાતિમ’ અને ‘તુ આશિકી’ જેવી સિરિયલોમાં સકારાત્મક અને નકારાત્મક પાત્રો સારી રીતે ભજવ્યા છે.
શું આ એક્ટર્સ શોમાં બદલાવ લાવશે?
‘અનુપમા’ના ઘટી રહેલા રેટિંગને ફરીથી વધારવા માટે એક નવો અને રસપ્રદ ટ્રેક લાવવો જરૂરી હતો, જે ફરીથી દર્શકોને આકર્ષી શકે. રાહિલ અને ઝલક સાથે, આ શોને એક મહાન લવ સ્ટોરી અને રૂપાલી ગાંગુલીના ઓનસ્ક્રીન પાર્ટનરની જરૂર લાગે છે. ગૌરવ ખન્નાએ શો છોડ્યા પછી, અનુપમા હવે એકલી બધી મુશ્કેલીઓનો સામનો કરી રહી છે, જે દર્શકોને એટલી પસંદ નથી આવી રહી.
આ ફેરફાર એ પ્રશ્ન ઉભો કરે છે કે શું આ નવા પાત્રોના આગમન સાથે ‘અનુપમા’નું રેટિંગ ફરી વધશે અને શું શો નવો વળાંક લેશે.