રણબીર કપૂર અને રશ્મિકા મંદાનાની ફિલ્મ એનિમલની રિલીઝને હવે માત્ર 10 દિવસ બચ્યાં છે. તેવામાં મેકર્સે ફિલ્મનાં ટ્રેલરનું એલાન કરી દીધું છે.રણબીર કપૂરની ફિલ્મ એનિમલને લઈને અપડેટ સામે આવ્યું છે. મેકર્સે ફિલ્મનાં ટ્રેલરની રિલીઝ ડેટ જાહેર કરી છે અને ડાયરેક્ટરે ઈંસ્ટાગ્રામ પર તારીખ અંગે એલાન કર્યું છે. 23મી એ ફિલ્મ નું ટ્રેલર રીલીઝ કરાશે.
ફિલ્મ એનિમલની જ્યારથી જાહેરાત કરવામાં આવી છે ત્યારથી ફેન્સ આ ફિલ્મનું ટ્રેલર જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. 10 દિવસ બાદ રિલીઝ થતી ફિલ્મનાં ટ્રેલરની ડેટ અંગે મેકર્સે આજે એલાન કર્યું છે. એનિમલ ફિલ્મનાં મેકર્સ આ ફિલ્મનાં ટ્રેલરને 23 નવેમ્બરનાં અપલોડ કરશે.
ટ્રેલર રિલીઝની ડેટ જાહેર
સંદીપ રેડ્ડી વાંગાનાં ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ એનિમલમાં રણબીર કપૂર, અનિલ કપૂર, રશ્મિકા મંદાના, તૃપ્તિ ડિમરી અને બૉબી દેઓલ એકસાથે જોવા મળશે. આજે સંદીપ રેડ્ડી વાંગાએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ ઈંસ્ટાગ્રામ પર એલાન કર્યું કે મૂવીનું ટ્રેલર 23 નવેમ્બરનાં રિલીઝ કરવામાં આવશે.
રણબીર કપૂર સાથેનો ફોટો પોસ્ટ
તેમણે રણબીર કપૂર સાથે પોતાનો એક બ્લેક એન્ડ વાઈટ ફોટો શેર કર્યો જેના ઉપર ‘Animal’નાં ટ્રેલર રિલીઝની ડેટ લખેલી હતી. તારીખની ઘોષણા બાદથી જ ફેન્સમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
સપ્ટેમ્બરમાં ટીઝર રિલીઝ થયું હતું
એનિમલ ફિલ્મનું ટીઝર સપ્ટેમ્બરમાં રણબીર કપૂરનાં બર્થડે પર રિલીઝ કરવામાં આવ્યું હતું. તેમાં ક્રાઈમ, થ્રિલરની એક ઝલક દેખાડવામાં આવી હતી. ટીઝરે ફેન્સનું દિલ જીતી લીધું અને ત્યારથી ફિલ્મને લઈને તેમનામાં ઉત્સુકતા જોવા મળી રહી છે.
1 ડિસેમ્બરનાં રિલીઝ થશે મૂવી
એનિમલમાં બોબી દેઓલ પણ એક ખતરનાક અવતારમાં જોવા મળશે. હાલમાં જ મેકર્સે ફિલ્મનું એક ગીત ‘અર્જન વૈલી’ રિલીઝ કર્યું હતું જેને ફેન્સનો ખુબ પ્રેમ મળ્યો. આ પહેલા ફિલ્મનાં અન્ય ગીતો ‘હુઆ મૈં’, ‘સતરગા’ અને પાપા મેરી જાન પણ રિલીઝ કરવામાં આવ્યાં હતાં. આ ફિલ્મ 1 ડિસેમ્બરનાં રોજ રિલીઝ કરવામાં આવશે.