બ્લ્યુ રંગના હાઈનેક બોડીકોન આઉટફીટમાં અનન્યા પાંડેની લેટેસ્ટ તસવીરોએ સોશિયલ મીડિયા પર કોહરામ મચાવ્યો છે. ન્યૂયોર્કના સ્ટોર લોન્ચ પર પહોંચેલી અનન્યાએ સ્ટાઈલનો એવો તડકો લગાવ્યો કે બધાના હ્રદયના ધબકારા વધી ગયા. બ્લ્યુ આઉટફીટ સાથે સિલ્વર જ્વેલરી અને હીલ્સ કેરી કરીને અનન્યાએ પોતાના લુકને વધુ ખાસ બનાવી દીધો. આ ઈવેન્ટમાં અનન્યા સાથે તેમની બહેન પણ હાજર રહી અને તેનો પણ બોલ્ડ અંદાજ જોવા મળ્યો. ઓફ શોલ્ડર બ્લેક ડ્રેસમાં અનન્યાની બહેન પણ છવાઈ ગઈ.
આ દરમિયાન ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સથી લઈને હોલીવુડ મોડલ અને અભિનેત્રી પણ જોવા મળી હતી. ઈન્સ્ટાગ્રામ પર એક પછી એક અનેક તસવીરો શેર કરી છે. અને આ તસવીરોમાં અનન્યા ખુબ સુંદર લાગી રહી છે. તેને પોતાની ફિગર ખુબ સરસ જાળવી રાખ્યું છે.અનન્યાની આ તસવીરો પર શિલ્પા શેટ્ટી, ફરાહ ખાન, શનાયા કપૂર, કરિશ્મા કપૂરે પણ પ્રેમ છલકાવ્યો છે. આમ તો હાલ અનન્યા કોફી વિથ કરનમાં સારા સાથે એન્ટ્રી લઈને પણ ખુબ ચર્ચામાં છે. અને તેનું કારણ છે આ શોમાં અનન્યાના આદિત્ય સાથે સંબંધનું કન્ફર્મેશન.