મુંબઈઃ અત્યારે બોલિવૂડ ઉપર કોરોનાનો કાળો છાયો છવાયેલો છે ત્યારે અક્ષય કુમાર કોરોના પોઝિટિવ આવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ થયો છે. આ સાથે રામ સેતૂની ટીમનાં તમામ મેમ્બર્સનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો. આ સમયે ક્રૂનાં 45 જેટલાં મેમ્બર્સ કોરોનાની ચપેટમાં આવી ગયા છે. આ તમામનાં રિપોર્ટ રવિવારે સાંજે કરવામાં આવ્યા હતાં. જે રિપોર્ટ આજે સવારે આવ્યો છે.
સેટ પર 100થી વધુ ક્રૂ મેમ્બર્સ સાથે કામ કરી રહ્યાં હતાં. જેઓ પ્રોડક્શનનાં સભ્યો હતાં. ફિલ્મનું શૂટિંગ મુંબઇનાં મડ આઇલેન્ડ પર થઇ રહ્યું હતું. 100 માંથી કહી શકાય કે અડધા ક્રૂ મેમ્સબર્સ એટલે કે 45 જેટલાં ક્રૂ મેમ્બર્સ કોરોનાની ચપેટમાં આવી ગયા છે. હાલમાં દેશમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. જે વધુ ખતરનાક છે. નવો સ્ટ્રેન જલદી જ લોકોને ચપેટમાં લઇ રહ્યો છે.
ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પલોઇઝનાં જનરલ સેક્રેટરી અશોક દુબેનાં જણાવ્યાં મુજબ, ‘રામ સેતૂની ટીમ દ્વારા ખરેખરમાં તમામ નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું હતું અને તેઓ કોરોના પ્રોટોકોલનાં તમામ નિયમો ધ્યાનમાં રાખી રહ્યાં હતાં છતાં પણ દુર્ભાગ્ય પૂર્ણ વાત છે કે ટીમનાં 45 સભ્યો કોરોનાની ચપેટમાં આવી ગયા છે. જેમાં જુનિયર આર્ટિસ્ટનાં મોટાભાગનાં સભ્યો છે. હાલમાં તમામ ક્વૉરન્ટિન છે. ‘
ગત રવિવારે સવારે અક્ષય કુમારે ટ્વિટ કરીને જાહેરાત કરી કે તે કોરોના પોઝિટિવ છે. તેણે સોશિયલ મીડિયા પર આ વાત જણાવી હતી. તેણે આ માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો અને તેનાં ઉત્તમ ઇલાજ માટે તે સેન્ટ્રલ મુંબઇની હીરાનંદાની હોસ્પિટલમાં દાખલ છે. ગત સાંજે 5 વાગ્યે તે હોસ્પિટલાઇઝ થયો છે. અક્ષય કુમારે એ ગત રવિવારે તેનાં કોરોના પોઝિટિવ હોવાની જાણકારી આપી હતી. અને ટ્વિટ કરી હતી.
અક્ષય કુમારે તેની ટ્વિટમાં લખ્યું હતું કે, ‘હું આપ સૌને જાણકારી આપવાં ઇચ્છુ છુ કે, આજ સવારે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તમામ પ્રોટોકોલ્સનું પાલન કરી મે પોતાની જાતને આઇસોલેટ કરી દીધી છે. હું ઘરે જ ક્વૉરન્ટિન છું. તમામ જરૂરી મેડિકલ કેર લઇ રહ્યો છું. હું નિવેદન કરું છુ કે, જે લોકો મારા સંપર્કમાં આવ્યાં છે તેઓ તેમનો ટેસ્ટ કરાવી લે. અને પોતાનું ધ્યાન રાખે. જલ્દી જ એક્શનમાં પરત આવીશ.’