Aishwarya Rai: છૂટાછેડાની અફવાઓ વચ્ચે અભિનેત્રીએ કર્યો પતિ સાથે જોરદાર ડાન્સ, વીડિયો થયો વાયરલ
Aishwarya Rai અને Abhishek Bachchan ના છૂટાછેડાની અફવાઓ વચ્ચે આ કપલનો એકસાથે ડાન્સ કરતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ જોઈને ફેન્સ ઘણા ખુશ દેખાઈ રહ્યા છે.
Aishwarya Rai અને અભિષેક બચ્ચન આ દિવસોમાં પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. એવા અહેવાલો છે કે કપલ વચ્ચે બધું બરાબર નથી. ઐશ્વર્યા અને અભિષેક છેલ્લા ઘણા દિવસોથી અલગ અને એકલા જોવા મળી રહ્યા છે. આ બધાની વચ્ચે ઐશ્વર્યા અને અભિષેકનો એક સાથેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં બંને એકસાથે ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. ઐશ્વર્યા અને અભિષેકનો આ વીડિયો જોઈને ચાહકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે.
Aishwarya Rai- Abhishek Bachchan નો વીડિયો વાયરલ થયો છે
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો ઐશ્વર્યા અને અભિષેકનો આ વીડિયો IIFA એવોર્ડ ફંક્શનનો છે. આમાં અભિષેક તેના પરફોર્મન્સ દરમિયાન ઐશ્વર્યા રાયની પાસે જાય છે અને ડાન્સ કરે છે. ત્યારબાદ ઐશ્વર્યા પણ તેની સાથે ડાન્સ કરવા લાગે છે. આ દરમિયાન કપલની દીકરી આરાધ્યા બચ્ચન પણ હાજર છે, જે તેના પેરેન્ટ્સ સાથે એન્જોય કરતી જોવા મળે છે.
View this post on Instagram
સોશિયલ મીડિયા યુઝર્સે આ પ્રતિક્રિયા આપી છે
Aishwarya Rai અને અભિષેક બચ્ચનનો આ વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ તેના પર ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘ખૂબ જ સુંદર વીડિયો. બંનેને એકસાથે જોઈને ખૂબ જ ખુશ.’ બીજા યુઝરે લખ્યું, ‘કોણ કહી રહ્યું હતું કે તેઓ છૂટાછેડા લેવા જઈ રહ્યા છે?’ ત્રીજા યુઝરે લખ્યું, ‘જો જયા બચ્ચન અને શ્વેતા બચ્ચન તેમના જીવનમાં ન હોત તો ફેન્સની કમેન્ટ્સથી સ્પષ્ટ છે કે તેઓ ઐશ્વર્યા અને અભિષેકને સાથે જોવા માંગે છે, પરંતુ જણાવી દઈએ કે આ કપલનો વીડિયો જૂનો છે. આ ગયા વર્ષના આઈફા એવોર્ડની છે, આ વખતે નહીં.