ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન વચ્ચે ઘણા સમયથી અણબનાવ હોવાના સમાચારો આવી રહ્યા છે. જો કે બંનેએ આ અંગે ક્યારેય કોઈ પ્રતિક્રિયા આપી નથી. પરંતુ સોશિયલ મીડિયા પર એવી ચર્ચા છે કે ઐશ અને અભિષેકનું લગ્ન જીવન સારું ચાલી રહ્યું નથી. હવે અભિનેત્રીની એક લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ પોસ્ટે આ અફવાઓને વધુ બળ આપ્યું છે.
જોકે તાજેતરમાં ઐશ્વર્યા રાય બચ્ચને તેના ઇન્સ્ટાગ્રામ પર તેના દિવંગત પિતા કૃષ્ણરાજ રાયને તેની જન્મજયંતિ પર યાદ કરતા તસવીરોની સીરીઝ પોસ્ટ કરી હતી. રસપ્રદ વાત એ છે કે એશે તેની પુત્રી આરાધ્યા અને તેના દિવંગત પિતાની એક તસવીર શેર કરી છે. તેણે તેના પિતા સાથે પોતાની એક તસવીર પણ શેર કરી છે અને અન્ય એક ફોટોમાં તે તેની માતા અને પુત્રી સાથે જોવા મળી રહી છે જ્યારે બેકગ્રાઉન્ડમાં તેના પિતાનો ફોટો દિવાલ પર લટકેલો છે અને તેના પર માળા પણ જોવા મળી રહી છે. પરંતુ જે વાતે બધાનું ધ્યાન ખેંચ્યું તે એ હતું કે એશે અભિષેક સાથે કોઈ તસવીર શેર કરી નથી.
આ તસવીરો શેર કરતી વખતે ઐશ્વર્યાએ કેપ્શનમાં લખ્યું, ‘લવ યુ ઓલવેઝ, ડિયરસ્ટ ડિયર ડેડી-અજા. સૌથી પ્રેમાળ, દયાળુ, સંભાળ રાખનાર, મજબૂત, ઉદાર અને ઉમદા… તમારા જેવું કોઈ નથી… ક્યારેય નહીં. તમારા જન્મદિવસ માટે શુભેચ્છાઓ! સ્મરણાર્થે પ્રાર્થના. અમે તમને ખૂબ યાદ કરીએ છીએ. આ તસ્વીરો બાદ સ્ટાર કપલના લગ્ન જીવનમાં કૈક અજુગતું બની રહ્યું હોવાની અફવાઓ નો દોર ચાલી રહ્યો છે.