લિવિઝન પર ‘સારાભાઈ વર્સિઝ સારાભાઈ’માં રોસેશ સારાભાઈનું પાત્ર ભજવનાર રાજેશ કુમારે એક ખુલાસો કર્યો છે. રાજેશ કુમારે જણાવ્યું છે કે, અભિનેતાથી ખેડૂત બનવા સુધીમાં તેમના જીવનમાં કેવો મોડ આવી ગયો છે. ખેતી કરવા દરમિયાન કંગાળ થઈ ગયા અને દેવામાં ડૂબી ગયા.
રાજેશ કુમારે જણાવ્યું કે, ‘સારાભાઈ વર્સિઝ સારાભાઈ’ની સેકન્ડ સીઝન ફ્લોપ થયા પછી એક્ટિંગથી દૂર જવાનો નિર્ણય કર્યો અને એક્ટિંગ છોડીને બિહારના ગયામાં પોતાના ગામમાં ખેતી કરવા લાગ્યા. ત્રણ વર્ષ સુધી ખેતી કરીને બ્રાઈટ ફ્યૂચરના સપના જોતા હતા, પરંતુ કોરોનાને કારણે ઘણી તકલીફો થઈ.
રાજેશ કુમારે જણાવ્યું કે, ‘તેમણે 4 વર્ષ ખેતી કરી પરંતુ કુદરતે સાથ ના આપ્યો. વર્ષ 2017માં એક્ટિંગ છોડવાનો નિર્ણય કર્યો. મને એવું લાગ્યું કે, એક અભિનેતા તરીકે આગળ નથી વધી રહ્યો, પરંતુ ખેતીની દુનિયામાં હું ખાલી કેન્વાસ પર પેઈન્ટરની જેમ હતો. મને શરૂઆત કરી. પાંચ વર્ષ સુધી કામ કર્યું, પરંતુ તો પણ સફળતા ના મળી.’
રાજેશ કુમારે કહ્યું કે, ‘મેં 20 એકર જમીન પર 15,000 ઝાડની રોપણી કરી, પરંતુ પૂરમાં વહી ગયા. 4 વર્ષ જતા રહ્યા અને મહામારી આવી. હું આર્થિકરૂપે નબળો થઈ રહ્યો હતો. લોકડાઉનમાં બધી બચત વપરાઈ ગઈ અને દેવાદાર થઈ ગયો. મારા ખિસ્સામાં પૈસા નહોતા અને દેવું વધી રહ્યું હતું.’ રાજેશ કુમાર ક્યારેય પણ હિંમત હાર્યા નથી અને ફરીથી એક્ટિંગ શરૂ કરવાનો નિર્ણય કર્યો, છેલ્લે નવાઝુદ્દીન સિદ્દીકી સાથે ફિલ્મ ‘હડ્ડી’માં કામ કર્યું હતું.