મુંબઈઃ અત્યારે બોલિવૂડ જગતની હસ્તીઓ વેકેશન માણવા માટે માલદીવની વાટ પકડી છે. પહેલા હનીમૂન માટે દીયા મીર્ઝા પહોંચી હતી. જો કે હવે ધકધક ગર્લ માધૂરી દીક્ષિત પરિવાર સાથે વેકેશન માણવા માટે માલદીવ પહોંચી હતી. માધૂરીએ કેટલાક કલાકો પહેલા પોતાના વેકેશન દરમ્યાનની એક તસ્વીર શેર કરી છે. આ તસ્વીરમાં જોવા મળે છે કે, માધૂરી દીક્ષિતે પ્રિટેંડ શર્ટ અને ડેનિમ શોર્ટેસ પહેરી છે. સાથે જ તેણે હેટ અને ચશ્માં પણ પહેર્યા છે.
માઘૂરીએ ફોટો માટે પોઝ આપતા પોતાની મિલિયન ડૉલર સ્માઈલ આપી છે. તેનું બેકગ્રાઉન્ડ તેની આ તસ્વીરને ખાસ બનાવે છે. સમુદ્રનું બ્લૂ પાણી આ તસ્વીરમાં ચાર ચાંદ લગાવે છે. આ તસ્વીરને શેર કરતા માધૂરીએ સુંદર કેપ્શન લખ્યુ છે. તેણે ફેંસને પોતાની સ્ટાઈલમાં હેલો કહ્યુ છે.
માધૂરીએ તસ્વીર શેર કરતા લખ્યુ કે, ‘હેલો ફ્રોમ પૈરાડાઈસ’ માધૂરીએ પોતાની પોસ્ટ પર દિલવાળુ ઈમોજી પણ કમેન્ટ કરી છે. તો ફિલ્મમેકર અને કોરિયોગ્રાફર ફરાહ ખાને પણ માધૂરીની આ પોસ્ટ પર કમેન્ટ કરી છે. તેણે લખ્યુ છે કે, ‘માલદિવ્સમાં તારુ સ્વાગત છે મૈડ્સ’. ફરાહના આ કમેંટથી લાગે છે કે તે પણ માલદીવમાં છે.
માલદીવ જતા પહેલા માધૂરીએ વર્ચૂઅલ હોળી રમી હતી. કોરોના વાયરસના કારણે ગત સોમવારે સમગ્ર દેશમાં હોળીનો તહેવાર મનાવાયો હતો. જોકે, કેટલાક સ્થળોએ તેના પર પ્રતિબંધ લગાવાયો હતો અને લોકોને પોતાના ઘરોમાં રહેવાની સલાહ આપવામાં આવી હતી. માધૂરીએ લોકોને સૂરક્ષિત રહેવા માટે વર્ચૂઅલ હોળી રમવાની સલાહ આપી હતી.