મુંબઈ : બોલિવૂડ એક્ટર ખતરોકા ખિલાડી એવા અક્ષય કુમાર દેશમાં આફતના સમયે મદદ માટે આગળ આવતો હોય છે. કોરોનાની પહેલી લહેરમાં અક્ષય કુમાર દાન આપ્યું હતું. ત્યારે કોરોનાની બીજી લહેરમાં પણ અક્ષય કુમારે કોરોના દર્દીઓની સારવાર માટે કરોડો રૂપિયાનું દાન આપ્યું હોવાની માહિતી મળી રહી છે.
પૂર્વ ક્રિકેટર અને પૂર્વ દિલ્હીના સાંસદ ગૌતમ ગંભીરેઅક્ષય કુમાર વિશે મોટી માહિતી આપી છે. તેમણે ટ્વીટ કર્યું છે કે, અક્ષય કુમારે ખોરાક, દવાઓ અને ઓક્સિજન માટે એક કરોડ રૂપિયા આપવાનું વચન આપ્યું છે. આ નાણાં ગૌતમ ગંભીર ફાઉન્ડેશનમાં જમા કરવામાં આવશે. પછી તેરૂપિયાથી લોકોને મદદ કરાશે.
ગૌતમ ગંભીરે 24 એપ્રિલે ટ્વિટ કરીને કહ્યું હતું કે, ‘આ દુ:ખદ સમયમાં દરેક મદદની આશાની કિરણ જોઈ રહ્યા છે. અક્ષય કુમારનો આભાર છે કે, તેમણે જરૂરતમંદો માટે ગૌતમ ગંભીર ફાઉન્ડેશનને એક કરોડ રૂપિયા ખોરાક, દવા અને ઓક્સિજન માટે આપવાનું વચન આપ્યું છે. ભગવાન તેમને આશીર્વાદ આપે.
તમને જણાવી દઈએ કે, ગૌતમ ગંભીર પોતે પણ કોરોના સાથે સંઘર્ષ કરી રહેલા લોકોને મદદ કરવા માટે કામ કરી રહ્યા છે. તેમણે ટ્વીટ કરીને માહિતી આપી છે કે ઘણા લોકો તેમની પાસે હોસ્પિટલોમાં બેડ, ઓક્સિજનની માંગણી કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, તેઓ વધુને વધુ લોકોને મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ગૌતમ ગંભીરના ટ્વીટનો રિપ્લાય આપતા અક્ષય કુમારે ટિપ્પણી કરી કહ્યું કે, આ ખૂબ જ મુશ્કેલ સમય છે ગોતમ ગંભીર, મને મદદ કરવાથી ખુશી છે.’ તમને જણાવી દઈએ કે અક્ષય કુમાર હાલના દિવસોમાં ઘણા પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. ‘રામ સેતુ’ ઉપરાંત ટુંક સમયમાં સાયન્સ ફિક્શન ‘મિશન લોયન’ શરૂ કરવાના છે.
તમને જણાવી દઈએ કે, અક્ષય કુમારે અગાઉ પણ ધર્મ પ્રોડક્શનના બેનર હેઠળ ફિલ્મ ‘ગુડ ન્યૂઝ’ કરી ચુક્યા છે. આ ફિલ્મ ખૂબ જ સફળ રહી હતી. ‘દોસ્તાના 2’ એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે. આ 2008ની હિટ ફિલ્મ દોસ્તાનાની સિક્વલ છે. આમાં અભિષેક બચ્ચન, જ્હોન અબ્રાહમ અને પ્રિયંકા ચોપરા મુખ્ય ભૂમિકામાં હતા. જ્યારે ‘દોસ્તાના 2’ માં જાહ્નવી કપૂર અને લક્ષ્યા લાલવાણી મુખ્ય ભૂમિકામાં છે.