આ પરફોર્મન્સમાં પહેલીવાર લોકોને જોવા મળ્યો આરાધ્યાનો આખો ચહેરો, બદલાયેલા લુકમાં ઓળખવી પણ મુશ્કેલ હતી આ મજાની દીકરીને. આરાધ્યા બચ્ચન તેની હેર સ્ટાઇલના કારણે ખૂબ જ ટ્રોલ થતી હોય છે, હેરસ્ટાઈલના કારણે તેનો લુક કેવો છે તે જોવા મળતો નથી. પરંતુ આ વીડિયોમાં પહેલી વખત છે કે આરાધ્યા બચ્ચનનો પૂરો ચહેરો લોકોને જોવા મળ્યો છે. ઇન્ટરનેટ પર આરાધ્યા બચ્ચનના સ્ટેજ પરફોર્મન્સનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે.
બોલીવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન છેલ્લા ઘણા સમયથી તેની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. છેલ્લા ઘણા સમયથી ચર્ચાઓ છે કે અભિષેક અને ઐશ્વર્યા અલગ થઈ રહ્યા છે જોકે આ વાતનું ખંડન વારંવાર થઈ રહ્યું છે કારણ કે જ્યારે પણ આવી અફવા ઉડે છે તેના થોડા સમયમાં બચ્ચન પરિવાર એક સાથે જોવા મળે છે. તાજેતરમાં જ એશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન તેમજ બચ્ચન પરિવારના અન્ય લોકો આરાધ્યા બચ્ચનના સ્કૂલ ફંક્શનમાં પહોંચ્યા હતા. બચ્ચન પરિવારની તસવીરો અને વિડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે. જોકે તેની સાથે એક વિડીયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો વાયરલ થવાનું કારણ છે કે તેમાં પહેલી વખત આરાધ્યા બચ્ચનનો ચહેરો આખો જોવા મળે છે.
આરાધ્યા બચ્ચન તેની હેર સ્ટાઇલના કારણે ખૂબ જ ટ્રોલ થતી હોય છે, હેરસ્ટાઈલના કારણે તેનો લુક કેવો છે તે જોવા મળતો નથી. પરંતુ આ વીડિયોમાં પહેલી વખત છે કે આરાધ્યા બચ્ચનનો પૂરો ચહેરો લોકોને જોવા મળ્યો છે. ઇન્ટરનેટ પર આરાધ્યા બચ્ચનના સ્ટેજ પરફોર્મન્સનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયો વાયરલ થતા આરાધ્યા બચ્ચનના લુકથી લઈને તેની એક્ટિંગની ખૂબ જ ચર્ચાઓ થઈ રહી છે.
આરાધ્યા બચ્ચનની સ્કૂલ ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં એન્યુઅલ ફંકશન દરમિયાન એશ્વર્યા અને અભિષેકની દીકરી આરાધ્યા બચ્ચને એક એક્ટમાં ભાગ લીધો હતો. આ એક્ટનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ એક્ટ માટે આરાધ્યા બચ્ચને જે મેકઅપ અને હેર સ્ટાઇલ કરી હતી તેના કારણે તેનો લુક જ બદલેલો જોવા મળે છે. તેણે પર્પલ કલરનું આઉટ ફીટ પહેર્યું હતું. સાથે જ તેણે વાળ પાછળ બાંધીને રાખ્યા હતા જેથી તેનો ચહેરો પહેલી વખત સ્પષ્ટ રીતે જોવા મળ્યો.
આરાધ્યા બચ્ચનની એક્ટિંગનો આ વિડીયો સોશિયલ મીડિયા પર જોરદાર રીતે વાયરલ થઈ રહ્યો છે. જોકે એક તરફ કેટલા લોકો આરાધ્યા બચ્ચનના લુકના વખાણ કરી રહ્યા છે તો બીજી તરફ કેટલાક લોકો તેની એક્ટિંગ પર કોમેન્ટ પણ કરી રહ્યા છે. કેટલાક લોકોને આરાધ્યાની એક્ટિંગ જરા પણ પસંદ આવી નથી અને તેની સરખામણી શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાનની એક્ટિંગ સાથે થવા લાગી છે. જોકે મોટાભાગના લોકો આ વિડીયો પર કોમેન્ટ કરી રહ્યા છે કે આ વીડિયોમાં પહેલી વખત આરાધ્યા બચ્ચનનો આખો ચહેરો તો જોવા મળ્યો.