2022માં રીલિઝ થયેલી ઋષભ શેટ્ટીની ફિલ્મ ‘કંતારા’એ ચાહકોનું ઘણું મનોરંજન કર્યું હતું. ખાસ કરીને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર જોરદાર હિટ સાબિત થઈ હતી. તેની સફળતા પછી જ નિર્માતાઓએ કંટારા ચેપ્ટર 1 બનાવવાનું નક્કી કર્યું. ઋષભ શેટ્ટીની ફિલ્મ કંતારાને ચાહકોએ ખુબ પ્રેમ આપ્યો છે. ઓછા બજેટમાં બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી એવી કમાણી કરી હતી. આ સાથે આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. હવે કાંતારા 1 લઈને લોકોમાં ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ટીમે આ ફિલ્મ શરુ કરતા પહેલા પુજાવિધી શરુ કરી દીધી છે. હાલમાં હોમ્બલે ફિલ્મસે ફિલ્મ માટે સ્ટારકાસ્ટના સિલેક્શન માટે આવેદન કરવાની તક આપી હતી
કંતારા 2ની સ્ટારકાસ્ટમાં સામેલ થવા માટે અંદાજે 25 હજાર આવેદન પત્ર આવી ચૂક્યા છે. આ એ વાતનું ઉદાહરણ પુરુ પાડે છે કે, કંતારા ચેપ્ટર 1 કેટલી લોકપ્રિય છે. ચાહકો આ વાતને લઈ ખુબ ઉત્સાહિત પણ છે. આ ફિલ્મ માટે કેટલા લોકોની પસંદગી કરવામાં આવશે, હાલમાં હોમ્બલે ફિલ્મે એક પોસ્ટ શેર કરી હતી કે, કલાકારો જોઈએ છે. તેમણે કહ્યું હતુ કે, પુરુષ કલાકારોની ઉંમર 30 થી 60 વર્ષની નીચે હોવી જોઈએ. સાથે મહિલા કલાકારોની ઉંમર 18 થી 60 વર્ષ સુધીની હોવી જોઈએ, તેમણે વેબસાઈટનું નામ પણ લખ્યું હતુ જેના પર જઈને જે ઉત્સાહિત કલાકારો છે પોતાનું નામ નોંધાવી શકે છે.
વેબસાઈટ પર જઈને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જેના માટે અત્યારસુધી અંદાજે 25 હજાર લોકો એ અરજી કરી છે.
2022માં રિલીઝ થયેલી ફિલ્મ કંતારા સુપરહિટ રહી હતી. આ ફિલ્મમાં ઋષભ શેટ્ટીએ પોતાની એક્ટિંગથી ચાહકોને દિવાના બનાવ્યા હતા. જેનું નિર્દેશન પણ શાનદાર રીતે કર્યું છે. આ ફિલ્મથી હોમ્બલે ફિલ્મને પણ સારી આવક થઈ છે. હવે કંતારા ચેપ્ટર 1 માટે ફરી એક વખત મેકર્સ ઉત્સુક છે. ફિલ્મનું નિર્દેશન ઋષભ શેટ્ટી કરી રહ્યા છે. જેનો ફર્સ્ટ લુકે ચાહકોમાં ધમાલ મચાવી છે, તાજેતરમાં જ અભિનેત્રી પાયલ રાજપૂતે ફિલ્મ કંતારા ચેપ્ટર 1માં કામ કરવાની રિકવેસ્ટ કરી હતી. પાયલ રાજપૂત પંજાબી, કન્નડ, હિન્દી, તેલુગુ ફિલ્મોમાં અભિનય માટે પ્રખ્યાત છે. તેણે કન્નડ ફિલ્મ ‘હેડબુશ’માં કામ કર્યું હતું.