મુંબઈમાં હાઉસફફુલ ૪ના શુટિંગ દરમ્યાન છેડછાડની ઘટનાનો મામલો સામે આવ્યો છે. આ ફિલ્મના ડાન્સર્સએ આરોપ લગાવ્યો છે કે ૨ લોકોએ તેમની જોડે ખરાબ રીતે છેડછાડ કરી છે.આ ઘટના બાદ ૧૦૦થી પણ વધારે ડાન્સર્સ પોલીસ સ્ટેશન પહોચી ગયા હતા અને આરોપી વિરુદ્ધ એફઆઈઆર નોંધી હતી.
હાઉસફફુલ ૪ના શુટિંગ કરી રહેલા ડાન્સર્સનો આરોપ છે કે કેટલાક લોકો બળજબરીપૂર્વક સેટ પર આવી ગયા હતા અને મહિલા ડાન્સર્સ સાથે છેડછાડ કરવા લાગ્યા. ૬ આરોપીમાંથી એકનું નામ પવન શેટ્ટી છે
પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. સેટ પર ડાન્સર્સ સાથે છેડછાડ થયા બાદ ૧૦૦ ડાન્સર્સ ભેગા મળીને પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધવા પહોચ્યા હતા અને મુંબઈના અંબોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.
આ ફિલ્મનું શુટિંગ ચિત્રકૂટ સ્ટુડીઓમાં ચાલી રહ્યું છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે આ ઘટના જયારે બની ત્યારે ત્યાં અક્ષય કુમાર, બોબી દેઓલ અને રીતેશ દેશમુખ પણ હાજર હતા