એક સમય હતો જ્યારે આ સમાચાર સાંભળીને લોકો શોક થઈ ગયા હતા જ્યારે સોનાલી બેન્દ્રેએ પોતાને કેન્સર હોવાનું જણાવ્યું હતું. જો કે સોનાલી તરત જ સારવાર માટે ન્યુયોર્ક જતી રહી હતી. પોતાની કેન્સર સામેની જંગ તે મીડિયા અને લોકો સાથે શેર કરતી હતી.
જે સમયે સોનાલીને પોતાની બિમારી વિશે જાણ થઈ હતી ત્યારે તે ઈન્ડિયાઝ બેસ્ટ ડ્રામેબાઝ શો ને જજ કરી રહી હતી. ઈલાજના પગલે સોનાલીએ આ શો ને અધવચ્ચે મુકી દીધો હતો. તેના ફેન્સ સોનાલી જલ્દી પરત ફરે એવી પ્રાર્થના કરી રહ્યા હતા.
હાલમાં જ નમ્રતા શિરોડકર સોનાલીને મળવા ન્યુયોર્ક પહોંચી હતી. તેણે જણાવ્યું હતું કે સોનાલીની તબિયત સુધરી રહી છે અને આશા છે કે તે ડિસેમ્બર સુધીમાં પરત ફરી જશે. આ દિવોસમાં પણ તે ઘણી ફીટ લાગી રહી છે અને સામાન્ય જીવન જીવવા માટે તૈયાર છે.