મુંબઈ પોલીસે વધુ એક સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે બોલિવૂડના સૌથી મોટા સેક્સ રેકેટ ચલાવનારી રાનીને પકડી લીધી છે. એગ્નેસ હેનિલ્ટન બોલિવૂડનું એક જાણીતુ નામ છે. જે યુવતીઓને ડાન્સ શીખવવાના નામે સેક્સ રેકેટ ચલાવતી હતી. દેશમાં જ નહીં વિદેશોમાં પણ આ યુવતીઓને ધમકીઓ આપી ખોટું બોલી દેહ વ્યાપાર માટે મોકલી દેતી હતી. એગ્નેસ હેમિલ્ટન પર ડાન્સ શીખવવાના બહાને યુવતીઓને વેશ્યાવૃત્તિમાં ધકેલવાનો આરોપ છે. એગ્નેસનો દાવો છે કે તેણે સલમાન ખાન, સુશાંત સિંહ રાજપૂતને ડાન્સ શીખવ્યો છે..જ્યારે પ્રભુ દેવા અને ગણેશ આચાર્યને આસિસ્ટ કરી ચૂકી છે. એગ્નેસ કોરિયોગ્રાફર કોન્સર્ટના નામે યુવતીઓને વિદેશ મોકલતી અને આ ગોરખધંધામાં ધકેલી દેતી હતી.
મુંબઈ પોલીસને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે કેન્યા સરકારે એક મોડલને ડિપોર્ટ કરી ભારત મોકલી. આ મોડલે એગ્નેસની હકીકત પોલીસને જણાવી કે તે કેવી રીતે તેની પાસે દેહવ્યાપાર કરાવતી. પોલીસ આ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે.