બોલિવૂડના સુપરસ્ટાર ગણાતા શાહરૂખ ખાન પોતાની આવનારી ફિલ્મ ‘ઝીરો’માં ઠીંગણા વ્યક્તિના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ જોવા માટે લોકો ખુબ ઉત્સાહી છે. 2 નવેમ્બરના રોજ તેનું ટ્રેલર રિલીઝ થશે. હવે શાહરૂખે ફિલ્મનું પ્રમોશન શરૂ કરી દીધું છે. તેના માટે તેણે ટ્વિટર પર ‘બઉઆ સિંહ’ નામે અકાઉન્ટ બનાવ્યું છે અને ‘બઉઆ સિંહ’ના નામથી મજાકીયા ટ્વિટ કરી રહ્યો છે.
ટ્વિટર પર ‘બઉઆ સિંહે’ લખ્યું કે અરે ભાઈ શાહરૂખ, મારી મમ્મીએ આજે તમને બહુ મોટું કોમ્પ્લિમેન્ટ આપ્યું. તે બોલ્યા તમે મારા જેવા લાગો છે. અમે કહ્યું કે ડિમ્પલ તો સેમ છે પણ પોતાનું ડ્રેસિંગ સેન્સ સુધારો ગુરુ
શાહરૂખે આ વાતનો જવાબ આપતા કહ્યું હતું કે બઉઆ સિંહ મારી મમ્મી કહેતી હતી કે આદમી કપડાં બનાવે છે, કપડા આદમીને નહીં. તમારૂ ડીપી જોઈને એવું લાગે છે કે ,સાત જન્મના પણ મારુ ડ્રેસિંગ સેન્સ તમારા જેવું નહી થઈ શકે. બાકી ડિમ્પલ્સ છે મારા તમારા જેવા તે માટે થેંક્સ. તમે બહું અચ્છા માણસ લાગો છો.