એક પછી એક સ્ટાર્સ પોતાના લગ્નની જાહેરાત કરી રહ્યા છે. એવામાં રાખી સાવંતે સોશિયલ મીડિયા પર પોતાના લગ્નનું કાર્ડ જારી કરીને એવું જાહેર કર્યું છે કે એ 31 ડિસેમ્બરે અમેરિકાના લોસ એન્જેલિસમાં લગ્ન કરવાની છે. હવે સ્વાભાવિક છે ડ્રામા ક્વિન દુલ્હન બનશે તો દુલ્હો પણ ડ્રામા કિંગ હોવો જોઇએ, રાખીનો દુલ્હો રાજા છે દીપક કલાલ.
ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટના કન્ટેસ્ટેન્ટ દીપક તલાલ એ ખુશનસીબ છે જેની સાથે રાખી સાવંત આ વર્ષે 31 ડિસેમ્બરે અમેરિકાના લોસ એન્જિલેસમાં સાત ફેરા ફરશે. જો કે રસપ્રદ વાત તો એ છે કે લોસ એન્જિલેસમાં થનારા રાખી અને દીપકના લગ્નમાં જે પણ જવા ઇચ્છે એ જઇ શકે છે. તમારે તમારો પાસપોર્ટ માત્ર રાખી સાવંતને મોકલવાનો છે.
જો તમે રાખી સાવંતના લગ્ન અટેન્ડ કરવા અમેરિકા જશો તો તમે ત્યાં બોલીવુડના દરેક મોટા સ્ટાર્સને મળી શકો છો. આટલું જ નહીં બની શકે છે કે રાખી સાવંતના લગ્નમાં તમે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપને પણ જોઇ શકો છો.