બોલીવુડ અભિનેતા અર્જૂન કપૂર અને મલાઈકા અરોરાના પ્રેમની ચર્ચા ચારે તરફ ચાલી રહી છે ત્યારે મલાઈકાના જન્મદિવસ પર અર્જૂન કપૂર તેને લઈને ઈટાલી ગયો હતો, જ્યાં તેમણે સાથે સમય વિતાવ્યો હતો.
આવામાં એક ફોટો સામે આવ્યો છે, જેમાં મલાઈકા પોતાની ગર્લ ગેંગ સાથે પાર્ટી કરતી જોવા મળી રહી છે. જેમાં તેની સાથે અર્જૂન પણ છે. આ ફોટોમાં જોઈ શકાય છે કે મલાઈકા અર્જૂન કપૂરની બાહોમાં છે. આ કપલ ધીમે ધીમે પોતાના રિલેશન જાહેર કરી રહ્યું છે.