બોલિવુડમાં હાલ જોવા જઈએ તો બાયોપિકનો ક્રેઝ વધી રહ્યો છે. મોટા ભાગની ફિલ્મો હવે બાયોપિક પર બનતી આવે છે. હવે આ લિસ્ટમાં વધુ એક નામ જોડાયું છે. તે નામ છે પ્રસિદ્ધ અને દિગ્ગજ ફિલ્મકાર સુધિર મિશ્રાનું. તેઓ મહાત્મા ગાંધી પર ફિલ્મ બનાવવા માંગે છે.
સુધીર મિશ્રાએ હાલમાં પ્રખ્યાત બંગાળી સાહિત્યકાર શરતચંદ્ર ચટ્ટોપાધ્યાયના ઉપનયસ ‘દેવદાસ’ પર આધારિત ફિલ્મ ‘દાસદેવ’ બનાવી હતી. હવે તેઓ ગાંધી જી પર બાયોપિક બનાવવા માંગે છે. તેમમે કહ્યું હતું કે હું દિલથી એક બાયોપિક બનાવવા માંગું છું, પણ તેને ગુપ્ત રાખીશ.