બૉલીવુડ માં દેશી ગર્લ ના નામથી જાણીતી અભિનેત્રી પ્રિયંકા ચોપરા હવે વિદેશી બની ચુકી છે. જણાવી દઈએ કે તેમણે હાલમાં જ પોતાના અમેરિકા ના બોય ફ્રેન્ડ નિક જૉનસ ની સાથે લગ્ન કર્યા છે. હાલના દિવસોમાં બંને મોટાભાગે ચર્ચા માં રહે છે, બંને ના લગ્ન ની અમુક તસ્વીરો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલી છે. બંને એ જોધપુર ના ઉમ્મેદ ભવન પૈલેસ માં ક્રિશ્ચન અને હિન્દૂ રિવાજો થી લગ્ન કર્યા છે. જણાવી દઈએ કે પ્રિયંકા નિક કરતા 11 વર્ષ મોટી છે. નિક એક અમેરિકી સિંગર, મ્યુઝિશિયન અને એક એક્ટર પણ છે. જણાવી દઈએ કે નિક ની સંપત્તિ કોઈ મોટા બિઝનેસ મૈન થી ઓછી નથી, આ સિવાય તેને અમેરિકા ના અંબાણી પણ માનવામાં આવે છે. આજે અમે તમને નિક ની અરબો ની સંપત્તિ વિશે જણાવીશું.
જ્યા સામાન્ય લોકો માટે પૈસા કમાવા એક મુશ્કિલ કામ છે, જ્યા બીજી તરફ નિક ની પાસે 250 કરોડ ની સંપત્તિ છે. તેની પાસે ઘણી લગ્ઝરી ગાડીઓ છે. નિક પોતાના એક શો માટે 2 કરોડ રૂપિયા ફી લે છે. નિક ની તુલના હોલીવુડ ના સૌથી વધુ ફી લેનારાઓ ની સાથે પણ કરવામાં આવે છે. નિક પાસે 250 કરોડ ની સંપત્તિ ના સિવાય ત્રણ આલીશાન બંગલા પણ છે. આ બંગલાઓ ને જોઈને તમે એ કહી શકશો કે તે અમેરિકા ના અંબાણી છે.
રિપોર્ટ અનુસાર પ્રિયંકા એ નિક સાથે સગાઈ પ્રિયંકા ના જન્મદિવસ ના આગળના બે દિવસ પહેલા એટલે કે 16 જુલાઈ 2018 ના રોજ કરી હતી. સગાઈ પછી પ્રિયંકા અમેરિકા થી ઇન્ડિયા પાછી આવી ગઈ હતી જ્યા તેમણે સલમાન ખાનની સાથે પોતાની આગળની ફિલ્મ ‘ભારત’ ની શૂટિંગ કરી. જણાવી દઈએ કે નિક પ્રિયંકા ની પહેલી મુલાકાત એક કોમન ફ્રેન્ડ દ્વારા થઇ હતી પણ આ મિત્રતા પછી પ્રેમ માં બદલાઈ ગઈ, અને આજે બંને લગ્ન ના બંધન માં બંધાઈ ચુક્યા છે.