અવાર નવાર ચર્ચામાં રહેતો સંજય દત્ત દિવાળીના સમયે પણ ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.સામાન્ય લોકોની જેમ બોલિવુડ સ્ટાર્સે પણ ખુબ ધુમધામથી દિવાળી ઉજવી હતી. પણ આ દિવાળીમાં સજય દત્તે એક ફોટોગ્રાફ પર ગાળોનો વરસાદ વરસાવ્યો હતો.
દિવાળી સેલિબ્રેશનના સમયે સંજય દત્તે નશાની હાલતમાં ફોટોગ્રાફરને કહ્યું કે તમારે ઘરે દિવાળી નથી. આટલું કહ્યા પછી સંજય દત્તે ફોટોગ્રાફરને ગાળો આપી હતી. વારંવાર ફોટો લેતા ફોટોગ્રાફ સામે સંજય દત્ત ગુસ્સે ભરાયો હતો અને ફોટોગ્રાફર સાથે ખરાબ વર્તન કર્યું હતું. એક વ્યક્તિએ ફોટોગ્રાફરને ત્યાંથી જવાની વાત કરી હતી પણ તે છતા તે ન જતા સંજય દત્ત તેના પર ભડક્યો હતો.