શાહરૂખ ખાનના નજીકના મિત્ર કરીમ મોરા કે જે ચેન્નઇ એક્સપ્રેસ અને રા-વન ફિલ્મોના પ્રોડ્યુસર પર રેપનો આરોપ લગાવવામાં આવ્યો છે. દિલ્લીની એક વિદ્યાર્થીનીને લગ્ન કરવાનું કહીને તેના પર બળાતકાળ ગુજારવાનો આરોપ કરીમ પર લગાવ્યો છે. પરંતુ કરીમ મોરાએ આ આરોપોને ખોટા ગણાવ્યા હતા. સૃત્રો અનુસાર વિદ્યાર્થીનીએ કરીમ વિરુદ્ધ હૈદરાબાદમાં કેસ દાખલ કરાવ્યો છે. વિદ્યાર્થીનીના કેહવા પ્રમાણે,કરીમ મોરાનીએ ગત વર્ષ 2015માં એના પર અનેક વાર રેપ ગુજારવાનો આક્ષેપ કર્યો હતો.
આ કેસ ફગાવતા કરીમ મોરાએ કહ્યુ હતું કે, આ તદ્દન ખોટા આક્ષેપો છે, આ કેસ કરીને મારી ખોટી ઇમેજ ઉભી કરવાનો પ્રયાશ કરવામાં આવી રહ્યો છે . મોરાનીના પ્રવક્તાએ કહ્યુ હતું કે, મોરાની આ મામલે કાયદા મારફતે સાબિત કરશે કે તેમના વિરુદ્ધની ફરિયાદ ખોટા ઇરાદાઓને કારણે કરવામાં આવી છે. તેઓ પુરી રીતે નિર્દોષ છે અને કાયદા પર તેમનો પુરો વિશ્વાસ છે. તેઓ તપાસ ટીમને સહયોગ કરશે. ન્યૂઝ એજન્સી પીટીઆઇ સાથેની વાતચીતમાં ડીસીપી (એલબી નગર ઝોન)એ જણાવ્યુ હતું કે, હૈદરાબાદમાં હયાતનગર પોલીસ સ્ટેશનમાં લગભગ 25 વર્ષની એક યુવતીએ ફરિયાદ નોંધાવી છે કે તેના પર મોરાનીએ વર્ષ 2015માં મુંબઇમાં અને અહીંના એક ફિલ્મ સ્ટુડિયોમાં તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, મહિલાએ આરોપ લગાવ્યો કે મોરાનીએ લગ્નનું વચન આપીને મુંબઇમાં વિવિધ સ્થળો પર તેના પર રેપ કર્યો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, પીડિતા દિલ્લીની રહેવાસી છે અને તે હૈદરાબાદમાં બીબીએની ટ્રેનિંગ લઇ રહી હતી. પોતાની ફરિયાદમાં પીડિતાએ જણાવ્યુ હતું કે, મોરાનીએ સેક્સ સંબંધો બાંધ્યા બાદ મારા કેટલાક ન્યૂડ ફોટો પણ પાડી લીધા હતા અને મને બ્લેકમેઇલ કરી રહ્યા હતા. પોલીસે કેસ દાખલ કરી તપાસ હાથ ધરી છે. આ અગાઉ પ્રોડ્યુસર મોરાનીનું નામ 2જી સ્પૈક્ટ્રમ કૌભાંડમાં પણ સામે આવ્યું હતું.