મુકે્શ અંબાણી અને નીતા અંબાણીની દિકરી ઈશા અંબાણીના લગ્ન બિઝનેસમેન ટાઈકુન આનંદ પિરામલ સાથે થવા જઈ રહ્યા છે. ઈશા અને આનંદના લગ્ન 12 ડિસેમેબરના રોજ મુંબઈમાં થશે. લગ્ન વિધી ગુજરાતી રિત રિવાજ પ્રમાણે યોજાશે. આ લગ્નમાં અનેક સેલિબ્રિટીઓ હાજર રહેશે એવું માનવામાં આવી રહ્યું છે.
તેના લગ્નના કાર્ડ છપાઈ ગયા છે. પહેલું કાર્ડ ગણપતિ બાપ્પાને આપવામાં આવ્યું છે. સોમવારે ઈશાના લગ્નની કંકોત્રી લઈને ભગવાનના આર્શિવીદ લેવા અંબાણી ફેમિલી સિધ્ધિ વિનાયકના દર્શન કરવા જશે.