હાલમાં ફિલ્મ જીરોનું ટ્રેલર રિલીઝ થયું છે. આ વચ્ચે ફિલ્મની સ્ટાર કાસ્ટ પણ ફિલ્મને લઇને ખાસ ઉત્સાહિત છે. એવામાં ફિલ્મને લઇને નિર્દેશક આનંદ એલ રાયને ફિલ્મને લઇને એક મોટો ખુલાસો કર્યો છે. તેમને જણાવ્યું કે ફિલ્મ દરમ્યાન અનુષ્કાએ કેટરીનાને ખુબ રડાવી છે.
સુત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે ડાયરેક્ટ આનંદ એલ રાયે જણાવ્યું કે જ્યારે પણ ક્યારેય કેટરીના કેફ અનુષ્કા શર્માને તેનું પાત્ર ભજવતુ જોતી હતી તો અનુષ્કા તેના કેરેક્ટરમાં એટલી ડૂબી જતી હતી કે કેટરીના તે સીન જોઇને રડી પડતી હતી. ફિલ્મના ટ્રેલરથી માલૂમ પડે છે કે અનુષ્કાએ આ ફિલ્મમાં કેટલી મહેનત કરી છે. આ ફિલ્મમાં અનુષ્કા એક દિવ્યાંગનું પાત્ર ભજવી રહી છે.